________________
૨. ગણિતાનુયોગમાં દ્રવ્યોની સંખ્યા, અલ્પબદુત્વ, કાયસ્થિતિ, ભાંગા વગેરેનું વર્ણન આવે જેમ કે સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિમાં. - ૩. ઘર્મકથાનુયોગમાં મહાપુરુષોના જીવનો, એમના ઉત્તમકૃત્યો ધાર્મિક વ્યવહાર અને વિચારણા, ગુણપ્રાપ્તિ, દોષત્યાગ વગેરેનું વર્ણન આવે જેમકે જ્ઞાતાજી વગેરે.
૪. દ્રવ્યાનુયોગમાં દ્રવ્યો, ગુણ-પર્યાયો, ઉત્પત્તિ-સ્થિતિ-વિનાશ, લક્ષણો, સાધક યુક્તિઓ વગેરેનાં વર્ણન હોય જેમ કે સૂત્રકૃતાંગ, વગેરે.
નવતત્ત્વના વિવેચનમાં ચારે અનુયોગ સમાય છે. પહેલો અનુયોગ હેય એવા આશ્રવ તત્ત્વ અને ઉપાદેય એવા સંવર નિર્જરા તત્ત્વમાં, બીજો કાલાદિ તત્ત્વોના ગણિતમાં, ત્રીજો સિદ્ધ થનારના ચરિત્રરૂપે મોક્ષતત્ત્વમાં, અને ચોથો જીવ વગેરે તત્ત્વોમાં.
નવતત્ત્વનો શબ્દાર્થ-ત્રિકાળમાં જે જીવે છે-ચેતના ધારણ કરે છે તે જીવ જીવથી વિપરીત તે અજીવ, શુભવિપાકવાળું કર્મ તે પુણ્ય, એથી વિપરીત તે પાપ. જેનાથી આત્મામાં કર્મળ વહી આવે તે આશ્રવ (કર્મબંધના હેતુ). જેથી આશ્રવદ્વારો ઢંકાય, બંધ થાય તે સંવર. આત્માપરથી કર્મનો અંશે ક્ષય તે નિર્જરા. આત્મા સાથે એકમેક મળી જતા કર્મના સ્વભાવ, રસ વગેરેનું નક્કી થયું તે બંધ. સર્વ કર્મનો ક્ષય તે મોક્ષ. અહિ પુણ્ય, નિર્જરાના સાધનને પણ ઉપચારથી પુણ્ય, નિર્જરા કહે છે.
તત્ત્વનો સંક્ષેપ - જો કે જીવ-અજીવમાં બાકીના સાત તત્ત્વો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org