Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 18
________________ કર્તા: શ્રી ઉદયરત્ન મ.સા. સુણો શાંતિ નિણંદ સોભાગી, હું તો થયો છું તુમ ગુણરાગી; તમે નિરાગી ભગવંત, જો તાં કિમ મળશે તંત. સુણો..૧ હું તો ક્રોધ કષાયનો ભરિયો, તું તો ઉપશમ રસનો દરિયો; હું તો અજ્ઞાને આવરિયો, તું તો કેવલ કમલા વરિયો.સુણો...૨ હું તો વિષયા રસનો આશી, તે તો વિષયા કીધી નિરાશી; હું તો કર્મને ભારે ભરિયો, તેં તો પ્રભુજી ભાર ઉતાર્યો સુણો..૩ હું મોહતણે વશ પડીઓ, તે તો સઘળા મોહને હણીયો; હું તો ભવસમુદ્રમાં ખૂંચ્યો, તું તો શિવમંદિરમાં પહુંચ્યો.સુણો..૪ મારે જન્મ-મરણનો જોરો, તે તો તોડ્યો તેહનો દોરો; મારો પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ સુણો..૫ મને માયાએ મૂક્યો પાશી, તું તો નિરબંધ ને અવિનાશી; હું તો સમક્તિથી અધૂરો, તું તો સકલ પદારથે પૂરો. સુણો..૬ મારે તો તું હી પ્રભુ એક, તારે મુજ સરીખા અનેક; હું તો મનથી ન મુકું માન, તું તો માન રહિત ભગવાન સુણો..૭ મારૂં કીધું કશું નવિ થાય, તું તો રંકને કરે છે રાય; એક કરો મુજ મહેરબાની, મારો મુજરો લે જો માની. સુણો..૮ એકવાર જો નજરે નીરખો, તો પ્રભુ હું થાઉં તુમ સરીખો; જો સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારા ગાશે. સુણો..૯ ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગું છું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી સુણો.૧૦ (૪)

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76