Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
T કર્તા ઉપા. શ્રી યશોવિજયજી મ.
(ત્રિભુવન તારણ તીરથ-એ દેશી) ગજપુર નયર વિભૂષણ દૂષણ ટાળતો રે કે-દૂષણ વિશ્વસેન-નરનાહનો કુળ અજુઆળતો રે કે-કુળ
અચિરા-નંદન વંદન કીજે નેહર્યું રે કે-કીજે, શાંતિનાથ મુખ પુનિમ-શશિ પરિ ઉલ્લફ્યુ રે કે-શશિ (૧) કંચન-વરણી કાયા માયા પરિહરે રે કે-માયા, લાખ વષનું આઉખું મૃગ લંછન ધરે રે કે-મૃગ, એક સહસશ્ય વ્રત ગ્રહે, પાતિક-વન દહેરે રે કે-પાતિક, સમેતશિખર શુભ-ધ્યાનથી શિવ-પદવી લહેરે કે-શિવ (૨) પ્યાલીશ ધનુ તનુ રાજે ભાંજે ભય ઘણા રે કે-ભાંજે, બાસઠ સહસ મુનીસર વિલર્સે પ્રભુ તણારે કે-વિલસે, એકસઠ સહસ મેં વળી અધિકી સાસુણી રે કે-અધિકી. પ્રભુ-પરિવારની સંખ્યા એ સાચી મુણી રે કે એ (૩) ગરૂડ ય નિરવાણી પ્રભુ સેવા કરે રે કે-પ્રભુ તે જન બહુ-સુખ પામશે જે પ્રભુ ચિત્ત ધરે રે કે-જે. મદ-ઝરતા ગજ ગાજે તસ ઘરિ આંગણે રે કે-તસવ તસ જગ હિમકર-સમ જશ કવિઅણ ભણે રે કે-જશ (૪) દેવ ગુણાકર ૮ ! ચાકર હું છું તાહરો રે કે-હું , નેહ-નજર-કરી મુજરો માનો મારો રે કે-મુજરો તિહુઅણ–ભાસન શાસન ચિત કરૂણા-કરો રે કે-ચિત્ત, કવિ જશવિજય પર્યાપે મુજ ભવ-દુઃખ હરો રે કે-મુજ (પ) ૧. હસ્તિનાપુર ૨. રાજાનો ૩. પ્રેમભર્યું ૪. હરણ ૫. પાપનું વન ૬. ચંદ્રના જેવો ૭. કીર્તિ ૮. ગુણોના ખજાના રૂપ ૯. ત્રણ ભુવનના પ્રકાશક ૧૦. કહે

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76