Book Title: Prachin Stavanavli 16 Shantinath
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar
View full book text
________________
શુ કર્તા : શ્રી હંસરત્નજી મ. નજી
(ગેડુમાની દેશી) શ્રી શાંતિ-જિણોસર સોળમોરે, હાંજી! સાહેબ શરણાગત આધાર-તે રૂડો. ગુણનો આવાસ-તે રૂડો! ઉપગારી ખાસ-તે ગુણ ભવભયતાપ નિવારવારે, હોજી ! જગમાં જંગમ જે જલધાર-તે ગુણ (૧) મેઘરથ રાજાને ભવે રે, હાંજી ! દઢ સમકિત દેખી સુરરાજ'-તે ગુણ કરે પ્રશંસા જેહની રે, હાંજી ! સુરસાખી પ્રણમી શુભસાજ-તે ગુણ (૨) ઈંદ્ર-વચન અણમાનતો રે, હાંજી! એક અમર આવ્યો તેણે ઠામ-તે ગુણ શ્યને પારાપતિને છળે રે, હાંજી!પારખવા નૃપનો પરિણામ-તે ગુણ (૩) પોસામાં પારેવડો રે, હાંજી ! તન સાટે રાખે તે તામ –તે ગુણ તીર્થંકર-ચક્રીતણી રે, હાંજી! પદવી હોય બોધી અભિરામ-તે ગુણ (૪) પ્રગટ થઈ તે દેવતારે, હાંજી! પાય પ્રણમી પોહોતો નિજ ઠામ-તે ગુણ તિમાંથી પ્રભુજી ત્રીજે ભવે રે, અચિરા ઉરે લીધો અવતાર –તે ગુણ (૫) પાલીને ચક્રીપણું રે, હાંજી ! ખટખંડ પૃથ્વીરાજય પંડૂર-તે ગુણ, દાન દઈ દીક્ષા ગ્રહીરે, હાંજી ! પામ્યા કેવળનાણ સનૂર-તે ગુણ (૬) કીધી સંઘની સ્થાપના રે, હાંજી શાંતિસર સાહેબ સુખદાય-તે ગુણ પંચમગતિ પામ્યા પ્રભુ રે, હાંજી ! હંસરતન હરખીગુણ ગાય-તે ગુણ (૭) ૧. ઇંદ્ર ૨. દેવોની સમક્ષ ૩. સીંચાણો ૪. કબૂતર

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76