Book Title: Prabuddha Jivan 1995 Year 06 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 6
________________ પ્રબુદ્ધ જીવન ૧૮૯૪માં સ્વામી વિવેકાનંદે વિવિધલક્ષી કાર્યોનું દર્શન પ્રબોધેલ. આધ્યાત્મના આ દિશામાર્ગોને ઘડવામાં આપણે સહયોગ કરીએ. અતિ નમ્રતાપૂર્ણ ભાવ સાથે કેટલાક દિશામાર્ગોની રૂપરેખા આપ સૌની વિચારણા માટે આ સંસંદ સમક્ષ હું મુકું છું . (૧) ધાર્મિક વિચારધારાનું વિશ્વ સંગઠન ઃ બધાં જ ધર્મોના પ્રતિનિધિઓની બનેલી એક વિશ્વ ધર્મસંસદની આપણે સ્થાપના કરીએ. આ ધર્મસંસદ સામાજિક, આર્થિક તથા રાજકીય સ્તર ઉપરની વર્તમાન વ્યવસ્થાઓ/સંસ્થાઓ સાથે સંવાદ કરીને, માનવ સમુદાય માટે ઘણી સમસ્યાઓમાં તેનાં રચનાત્મક સૂચનો-સહયોગ આપશે. ધર્મોમાં ડહાપણ સુઝ બુઝ તથા શાશ્વત તત્ત્વો આધારીત એક સમાજ વ્યવસ્થા આપવાની શક્તિ છે. વર્તમાન ભૌતિકવાદ, ઉપભોગ પ્રધાન-વિલાસ કેંદ્રિત જીવન શૈલીનો વિકલ્પ આ સંસદ જગત સમક્ષ આપે. આ સંસ્થા લોકો માટે, લોકોથી જ ચાલશે. તેને કોઇ રાજકીય સ્વીકૃતિની જરૂરત નથી. (૨) આધ્યાત્મિક બિરાદરી : · આધ્યાત્મિક બિરાદરી બધા ધર્મની વિચારધારાઓના પ્રતિનિધિરૂપ હશે. વિશ્વભરમાં શક્ય તેટલી સંખ્યાનાં ગામો તેમજ શહેરોમાં આવી બિરાદરીઓ રચાવી જોઇએ. સાધકોની બનેલી આ બિરાદરી અનેક રચનાત્મક કાર્યોમાં યોગદાન આપી શકે, આ બિરાદરીના સાધકો ધર્મની સરહદો ઓળંગી જવા તૈયાર હશે અને બધી જ જિંદગીઓમાં રહેલા એકત્વનું નિદર્શન કરશે, બધી જ વિચારધારાઓ વચ્ચે સંવાદ અને મૈત્રીભાવનું કવચ વિકસાવશે. આ સાધકો સામાજિક ચેતનાને દિવ્ય ચેતનાના સ્તર સુધી ઊંચી ઊઠાવવાનું કામ કરશે, સ્વામી વિવેકાનંદે ખૂબ સાચું જ કહ્યું છે. ‘તમે ગમે તે ધર્મમાં જન્મ લીધો હશે પણ તેમાં મરવાનું તમે પસંદ કરશો નહીં. હું એટલું જ ઉમેરીશ કે આપણે ધર્મોથી ઉપર ઊઠવું પડશે; જિંદગીને આધ્યાત્મના આયામ પૂરા પાડવા પડશે-એક વ્યક્તિ તરીકે અને એક સમાજ તરીકે પણ, અને પછી આપણે એક વિશ્વમાનવ તરીકે તેમાં જ જિંદગીની સમાપ્તિ સ્વીકારીશું. વૈશ્વિક વિચારણા સાથે સ્થાનિક આચરણ આધ્યાત્મિક બંધુત્વ બિરાદરીનો જીવનમંત્ર હશે. (૩) શાંતિના દેવાલયો : સ્વામી વિવેકાનંદની વાણી સો વરસ પહેલાંની છે. તે વખતે તેમણે ‘ઓમ’નાં દેવાલયોની વાત કરી હતી; તે દેવાલયોમાં દરેક વ્યક્તિ શાંતિપૂર્વક પ્રાર્થના કરી શકશે. શાંતિ, પ્રેમ, અને સંવાદને ઉછેરવા માટે શાંતિનાં દેવાલયો બને તેટલા રાષ્ટ્રોનાં, બને તેટલાં શહેરો તેમજ ગામોમાં બાંધીએ. એક જ શહેર કે ગામમાં રહેતા ઘણા વંશીય સમૂહો માટે માનવ-એકતાનું બળ આ દેવાલયો દ્વારા સર્જાશે, શાંત પ્રાર્થના માનવીની સામાન્ય ચેતનાને દિવ્ય સપાટી સુધી ઊંચી ઊઠાવશે. ૧૮૯૪માં સ્વામી વિવેકાનંદને વિશ્વધર્મ સંસદમાં એકલા જ પગ મૂકવો પડેલો. ૧૯૯૪માં ઠાકુર રામકૃષ્ણદેવના પવિત્ર ધામ તરફ સમગ્ર વિશ્વ મીટ માંડીને બેઠું છે-એ આશાથી કે વિશ્વભરમાં એક આધ્યાત્મિક સભ્યતાનો આવિષ્કાર થાય. રામકૃષ્ણ મઠ આ કાયધર્મ હાથ ધરશે એવી અત્રે ઉપસ્થિત વિશાળ પ્રતિનિધિઓની સભાની માંગણી છે. (૪) પર્યાવરણ-મૈત્રીયુક્ત સમાજ :(Eco-Friendly Society) પૃથ્વી ઉપરના પર્યાવરણની સુરક્ષાને વરેલા બધાં જ બળોને આપણે મજબૂત સમર્થન આપીએ, પ્રકૃતિની સુરક્ષા વિના મનુષ્યની સુરક્ષાનો સંભવ નથી. પૂર્વ અને પશ્ચિમ બંનેમાં વસતા સમૃદ્ધ સમાજો અને સમૃદ્ધ વર્ગોમાં રહેલા માણસો માટે સાદા જીવનધોરણ ઉ૫૨ આ૫ણે ભાર મૂકવો પડશે. બગાડયુક્ત વિલાસી જીવનમાંથી મનુષ્યને મુક્ત કરવાનું બધી જ વિચારધારાઓનું એક સ્પષ્ટ કર્તવ્ય છે. તો જ આપણે સાચી રીતે ગરીબોની સંભાળ લઇ શકીશું. સાદગીપૂર્ણ જીવન જ વિશ્વમાં જેને વધુ જરૂર છે તેવા વંચિતો માટે પૂરતાં સંસાધનો ફાજલ કરી શકશે. તા. ૧૬-૧-૯૫ (૫) વિજ્ઞાન અને આધ્યાત્મ વચ્ચે એક સહયોગ: વિજ્ઞાન હવે આધ્યાત્મની ભાષા બોલે છે.. .અને આધ્યાત્મ વિજ્ઞાનની ભાષા બોલે છે. તો પછી બંનેએ એક બીજાની નજીક આવવું જોઇએ, સાથે વાત કરવી જોઇએ...સહયોગથી કામ પણ કરવું જોઇએ...એક સાથે ચાલવું જોઇએ...એક સાથે જ પ્રાર્થનામાં જોડાવું જોઇએ. વિશ્વ ધર્મની વિચારધારાના સંગઠન પાસે એક ખાસ કામ છે વિજ્ઞાનની દુનિયાને જીતી લેવાનું. વિજ્ઞાન અને આધ્યાત્મનાં સંયુક્ત પુરૂષાર્થની જરૂર છે. વિજ્ઞાન અને આધ્યાત્મ બંને ભેગા મળીને આ પૃથ્વી ઉપર દિવ્યતાનું અવતરણ કરાવી શકે. (૬) આપણે સ્પષ્ટ થવું પડશે : માનવીના અસ્તિત્વ માટે આવશ્યક એવા સનાતન સત્ય અને સનાતન ડહાપણને બળ આપવા માટે જ આપણે અહીં છીએ. અત્યંત બુલંદીથી શ્રી વિવેકાનંદે કહ્યું છે ‘સત્ય કોઇ સમાજને-પ્રાચીન કે અર્વાચીન સમાજને શ્રદ્ધાંજલિ આપતું નથી. સમાજે જ સનાતન સત્યને શ્રદ્ધાંજલિ આપવી પડે છે. તેનો એક માત્ર વિકલ્પ છે-વિનાશ. (મોત)' પસંદગી આપણે ક૨વાની છે. જૈન વિચારધારાના પ્રતિનિધિ તરીકે જિંદગીના આ ઉમદા ઉદ્દેશ માટે અમારા સંપૂર્ણ સહયોગનો હાથ અહીં લંબાવું છું. ૦૦૦ નેત્રયજ્ઞ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આર્થિક સહયોગથી ચિખોદરાની શ્ર રવિશંકર મહારાજ આંખની હૉસ્પિટલ દ્વારા સ્વ. જ્યોત્સનાબહેન ભૂપેન્દ્રભાઈ ઝવેરીના સ્મરણાર્થે નીચે પ્રમાણે નેત્રયજ્ઞના ઉદ્ઘાટનનો · કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સ્થળઃ કાંકણપુર (તા. ગોધરા-પંચમહાલ) સવારના ૧૧-૦૦ કલાકે. સમય : રવિવાર, તા. ૨૨મી જાન્યુઆરી, ૧૯૯૫ના રોજ સર્વને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે. મંત્રીઓ સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિધાસત્ર (વર્ષ-૧૮) સંઘના ઉપક્રમે શનિવાર, તા. ૨૧મી જાન્યુઆરી, ૧૯૯૫ના રોજ સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિદ્યાસત્રમાં જાણીતા લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર ડૉ. કુમારપાળ દેસાઇ બે વ્યાખ્યાનો આપશે. કાર્યક્રમની વિગત નીચે પ્રમાણે છે : | વપ્રથમ વ્યાખ્યાન ઃ વિષય : આજની પરિસ્થિતિના સંદર્ભમાં જીવનલક્ષી સાહિત્ય D દ્વિતીય વ્યાખ્યાન : વિષય : સમૂહ માધ્યમો-પરિસ્થિતિ અને પડકાર Q સમય : સાંજના ૪ થી ૬ ૭ વચ્ચે પંદર મિનિટનો વિરામ D સ્થળ ઃ ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બર કમિટિ રૂમ, ચર્ચગેટ, મુંબઇ-૪૦૦ ૦૨૦. ાર્યક્રમનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહ સંભાળશે. સર્વને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે. તારાબહેન ૨. શાહ સંયોજક નિરુબહેન એસ. શાહ પ્રવીણચંદ્ર કે. શાહ માનદ્ મંત્રીઓ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 138