Book Title: Prabuddha Jivan 1995 Year 06 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 4
________________ ૪ પ્રબુદ્ધ જીવનં વળી પુખ્તવયના મજૂરો સંપી જઇને ધીમું કામ કરે છે, હડતાલ, પર ઊતરે છે, યુનિયનમાં જોડાઇને કાયદેસરની સમસ્યાઓ ઊભી કરે છે અને ધંધાને ઘણું નકસાન પહોંચાડે છે, ધંધો બંધ કરવાનો વખત આવે છે. બાળ મજૂરો રાખવામાં આવી કોઇ ચિંતા રહેતી નથી. આવા વેપારીઓની દલીલ પોતાના સ્વાર્થ પૂરતી હોય છે. વસ્તુતઃ તેઓ બાળ મજૂરોને ઓછું વેતન આપી તેમની પાસેથી વધુ કલાક કામ કરાવીને લેવાનું શોષણ કરવાનું લક્ષ્ય રાખતા હોય છે. બાળ મજૂરોની સમસ્યાઓનું કાયદાની દૃષ્ટિએ ગમે તેટલું નિરાકરણ કરવામા આવે અને ગમે તેટલા પ્રતિબંધો ફરમાવવામાં આવે તો પણ જ્યાં સુધી ગરીબી છે અને બેકારી છે ત્યાં સુધી આ સમસ્યા સારી રીતે હલ કરી શકાશે નહિ. જ્યાં પેટનો ખાડો પૂરાય નહિ ત્યાં બાળકો આવી મજૂરી કરવા તરફ અવશ્ય દોડવાના. ક્યારેક તો કાયદાનો ભંગ કરીને પણ તેઓ તેમ કરવાનાં અને તે માટે તેમનાં માતાપિતાની સંમતિ પણ રહેવાની. બાળ મજૂરી ઉપર કાયદા દ્વારા પ્રતિબંધ લાવી શકાય છે. પરંતુ એ કાયદાનું પાલન કરવું એટલું સહેલું નથી. જે દેશની આર્થિક સ્થિતિ તો નબળી હોય અને બેકારીનું પ્રમાણ ઘણું મોટું હોય એ દેશમાં બાળકોને મજૂરી કરતાં અટકાંવવાથી સમસ્યા હળવી થતી નથી. સરકાર પાસે સરખી યોજના ન હોય અને તે માટે પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય એવા કાયદાઓ અને એવી અવાસ્તવિક યોજનાઓ માત્ર કાગળ ઉપર જ રહે છે. તેનું ધાર્યું પરિણામ આવી શકતું નથી. બાળ મજૂરી ઉપરનો પ્રતિબંધ તોજ અસરકારક નીવડી શકે કે જો સરકાર પાસે ગરીબ કુટુંબોના જીવનનિર્વાહ માટે પૂરી જોગવાઇ હોય. બાળ મજૂરી અટકાવી દેવાથી તેવા બાળ મજૂરો શાળામાં જઇને હોંશે હોંશે અભ્યાસકરવા લાગશે એમ માનવું ભૂલ ભરેલું છે. એવું કરવા માટે તો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક દષ્ટિએ તેવું સરસ વાતાવરણ ઊભું કરવું પડે, નહિ તો ઊલટી સામાજિક સમસ્યાઓ વધી પડે. જ્યાં ગરીબી, બેકારી છે ત્યાં ત્યાં બાળ મજૂરોની સમસ્યા રહેવાની. ઝારના વખતમાં રશિયામાં બાળ મજૂરો હતા. સોવિયેટ યુનિયન થતાં બાળ મજૂરો રહ્યા નહિ. હવે સોવિયેટ યુનિયનના વિસર્જન પછી રશિયા અને અન્ય રાષ્ટ્રોની આર્થિક પરિસ્થિતિ બગડતાં બાળ મજૂરોનું વત્તું ઓછું પ્રમાણ ચાલુ થઇ ગયું છે. ગરીબી, બેકારી અને આર્થિક પછાતપણાને કારણે જે જે દેશોમાં બાળ મજૂરોની પ્રથા નિર્મૂળ થઇ એમ નથી તે તે દેશોમાં ત્યાં સુધી સરકાર દ્વારા તેમજ બાળકલ્યાણ માટે કાર્ય કરતી સામાજિક સંસ્થાઓ દ્વારા એટલું તો થવું જોઇએ કે જ્યાં જ્યાં બાળકો મજૂરી કરતાં હોય તેમનું શક્તિ ઉપરવટ, વધુ પડતા કલાકો કામ કરાવીને શોષણ કરવામાં ન આવે, તેમને મજૂરીની યોગ્ય રકમ નિયમિત મળે, વ્રેમને વાસી–એઠું ખાવાનું આપવામાં ન આવે, તેમના શકે રહેઠાણની વ્યવસ્થા સ્વચ્છ હોય, એમના પ્રત્યે નિર્દય, અમાનુષી વર્તન ન થતું હોય અને એમની પાસે જોખમકારક વ્યવસાયનાં કાર્યો ન કરાવાતાં હોય. બાળકો મજૂરી કરે એટલે દેખીતું છે કે અભ્યાસ તરફ તેનું પૂરતું લક્ષ ન હોય. વળી એથી શિક્ષણ પ્રત્યે એકંદરે તેઓમાં રુચિનો અભાવ રહે છે. બાળ મજૂરો વચ્ચેનું વાતાવરણ પણ એવી રુચિને પોષક હોતું નથી. આથી એકંદરે દુનિયાભરમાં બાળ મજૂરોમાં નિરક્ષરતાનું પ્રમાણ ઘણું મોટું રહે છે. જ્યાં આર્થિક પરિસ્થિતિ મધ્યમ પ્રકારની હોય એ દેશમાંથી શાળાએ જતાં બાળકો રજાના દિવસોમાં અને રોજેરોજના ફાઝલ સમયમાં કંઇક નોકરી કરીને કુટુંબ માટે થોડી વધુ આવક મેળવવા પ્રયત્ન કરે એવું બનવું અનિવાર્ય છે. ઘણાં માતાપિતાને પણ એની સામે વિરોધ હોતો નથી. બલ્કે થેડી મજૂરી કરીને પોતાનું બાળક હોશિયાર થાય છે અને થોડી કમાણી કરી લાવે છે એ જોઇને તેઓ રાજી થાય છે. તા. ૧૬-૧-૯૫ બાળ મજૂરી અટકાવવાનો એક સારો ઉપાય તે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ફરજિયાત બનાવવાનો છે. વળી જ્યાં એ ફરજિયાત હોય ત્યાં તેનો અમલ પણ કડક રીતે થવો જરૂરી છે. બાળ શિક્ષણને મફત અને ફરજિયાત બનાવવા માટે કોઇપણ સરકાર પાસે પૂરતાં નાણાં હોવા જરૂરી છે. આઝાદી પૂર્વે ભારતમાં ગાયકવાડ રાજ્યનાં બાળશિક્ષણ મફત અને ફરજિયાત હતું અને એ કાયદાનો અમલ પણ કડક રીતે થતો. એટલો શાળામાં અભ્યાસ કરવાને લાયક હોય એવાં બાળકો દિવસ દરમિયાન નોકરી કરવા જતાં હોય એવા ગાયકવાડી કિસ્સા જવલ્લે જ બનતાં. કોઇ પણ દેશની આબાદી જેમ જેમ વધતી જાય તેમ તેમ તેની શૈક્ષણિક સુવિધાઓ પણ વધવા લાગે છે. લોકોની સમજદારી પણ વિકસે છે. પોતાનાં સંતાનોનો સારો વિકાસ થાય એવી ભાવના માતાપિતાને અવશ્ય થાય છે. કુટુંબની આર્થિક ચિંતા જો ન રહે તો બાલકો પાસે કોઇ મજૂરી કરાવવાની આવશ્યકતા રહેતી નથી એને પરિણામે બાળકો શાળાઓમાં સારી રીતે અભ્યાસ કરે છે અને ફાજલ સમયમાં રમત-ગમત, હરવું ફરવું, ઇતર વાંચન કરવું, મિત્રોને મળવું, મનગમતી પ્રવૃત્તિઓ કરવી વગેરેમાં સારી રીતે વિતાવે છે. તેથી શારીરિક વિકાસની સાથે સાથે તેમનો બૌદ્ધિક વિકાસ પણ ઘણો સારો થાય છે. તેઓની પ્રતિભા વધુ તેજસ્વી બને છે. યુરોપ અને અમેરિકામાં પણ બાશ મજૂરોનો પ્રશ્ન નથી, એવા દેશોમાં નાનાં તંદુરસ્ત બાળકોની બાળ મજૂરોનો પ્રશ્ન ખાસ નથી. એશિયામાં જાપાન અને સિંગાપુરમાં વિકસેલી બૌદ્ધિક પ્રતિભા જોઇને આ વાતની પ્રતીતિ થશે. તે દસ પંદર વર્ષનું થાય ત્યાં સુધીમાં તેના વિકાસ માટે ઘણો બધો જીવન સતત વિકાસશીલ છે, પરંતુ તેમાં પણ બાળક જન્મે ત્યા૨થી રમત-ગમતનાં સાધનો, ચિત્રો વગેરેના ઉપયોગ દ્વારા તથા અવકાશ રહે છે. શાળાના સરસ અભ્યાસ સાથે ઘરે રમકડાં, હરવા-ફરવાની ઇતર પ્રવૃત્તિ દ્વારા, પોતાને લાયક ચલચિત્રો, નાટક, સરકસ અને રમતો જોવા દ્વારા તથા એમને લાયક સચિત્ર પુસ્તકો દ્વારા વિકાસ થઇ શકે છે. વર્તમાન જગતમાં ટી. વી. અને વિડિયોના માધ્યમ દ્વારા એનો યોગ્ય અને ઉચિત ઉપયોગ કરીને પણ બાળકની હોંશિયારી, જાણકારી ઘણી સારી રીતે વધારી શકાય છે. તેમનો ફાજલ સમય આનંદમાં, ઉલ્લાસમાં, કિલ્લોલમાં પસાર કરી શકાય છે. આજનું બાળક આવતીકાલનું નાગરિક છે. સારા નાગરિકો જોઇતા હોય તો આજના બાળકોને સુશિક્ષિત, સંસ્કારી, ચપળ અને તેજસ્વી બનાવવાં જોઇએ. કોઇપણ દેશના તમામ બાળકોને એક સાથે સુધારવાનું કાર્ય એટલું સહેલું નથી, તો પણ વ્યક્તિગત કુટુંબ કક્ષાએ કેટલાંય કુટુંબો વિષમ સામાજિક પરિસ્થિતિમાં પણ પોતાના બાળકોને વધુ તેજસ્વી બનાવી શકે છે. બાળકોના વિકાસમાં માતાપિતાનું ઉત્તરદાયિત્વ પણ ઓછું નથી, એ અલબત્ત, પોતાના ઉત્તરદાયિત્વ વિશે માતાપિતાને પણ સભાન કરવા માટે એવા પ્રકારના શિક્ષણની આવશ્યકતા રહે છે. બાળકોને પ્રભુના અવતાર તરીકે ઓળખાવાય છે. એમની પાસે અકાળે પશુ જેવી મજૂરી કરાવવી પડે તે કોઇપણ સમાજ માટે લાંછન રૂપ છે. વસ્તુતઃ બાળકોના વિકાસમાં માતાપિતા, ભાઇ-ભાંડુઓ, સગાં અને પાડોશીઓ, શિક્ષકો, સમાજશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, રાજકીય નેતાઓ, સાધુ-સંતો એમ બધાં ઘણું મૂલ્યવાન યોગદાન આપી શકે છે. એ દરેક જો બાળકો પ્રત્યેના પોતાના કર્તવ્યને સારી રીતે સમજે અને નિષ્ઠા તથા દષ્ટિપૂર્વક તેનો અમલ કરે તો બાળ મજૂરોનો પ્રશ્ન એટલો ગંભીર રહે નહિ, આવતી કાલના નાગરિકો ઉત્તમ થાય તથા તેમના દ્વારા જગત વધારે આશાસ્પદ બની શકે ! [] રમણલાલ ચી. શાહ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 138