Book Title: Prabhavak Charitra
Author(s): Prabhachandrasuri, Jaydarshanvijay
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ શ્રી પ્રભાવકચરિત્ર ૨ ઇન્દ્રની પાસે નિગોદના વ્યાખ્યાન સંબન્ધી. ૩ આજીવકો પાસે નિમિત્ત પઠન સંબન્ધી. ૪ અનુયોગ નિર્માણ સંબન્ધી. ૫ ગઈભિલ્લોચ્છેદ સંબન્ધી. ૬ ચતુર્થી પર્યુષણા કરણ સંબન્ધી. ૭ અવિનીત શિષ્ય પરિત્યાગ સંબન્ધી. આમાંની પહેલી ઘટનાનું વર્ણન આવશ્યક ચૂર્ણિમાં કરેલું છે અને આ ઘટનાનો સંબન્ધ ઘણે ભાગે પ્રથમ કાલકની સાથે છે કે જેઓનો સત્તાસમય વીર નિ સં ૩૦૦ થી ૩૭૬ સુધીનો હતો. અને કદાચ એ ઘટના પ્રસ્તુત ત્રણે કાલકથી ભિન્ન કોઈ અન્ય કાલકની સાથે સંબન્ધ ધરાવતી હોય તો પણ અસંભવિત નથી. બીજી ઘટના સ્થવિરાવલીના ઉલ્લેખ પ્રમાણે તો ઉપર્યુક્ત પ્રથમ કાલકની સાથે જ સંબન્ધિત છે, પણ ઉત્તરાધ્યયન નિર્યુક્તિના લેખ પ્રમાણે આ ઘટનાનો સંબન્ધ નિ સં ૪૫૩ ની આસપાસ થયેલ બીજા કાલકની સાથે છે. આ ઘટનાનું વર્ણન કથાવલી આદિ ગ્રન્થોમાં આપેલું છે. ત્રીજી ઘટનાનો ઉલ્લેખ પંચકલ્પચૂર્ણિમાં (પત્ર ૨૪) છે. ચોથી ઘટનાનું વર્ણન પંચકલ્પચૂર્ણિ તથા પ્રકીર્ણક ગાથાઓમાં છે. પાંચમી ઘટનાનું વર્ણન નિશીથચૂર્ણિ (ઉ. ૧૦, ગા. ૨૮૬૦ ભા. ૩, પૃ. ૫૯), વ્યવહારચૂર્ણિ, કથાવલી (૨/૨૮૫) અને કાલક કથાઓમાં (ગા. ૮૦) મળે છે. છઠ્ઠી ઘટનાનું વૃત્તાન્ત નિશીથચૂર્ણિ (ભા. ૩, પૃ. ૧૩૧) કથાવલી આદિમાં મળે છે. સાતમી ઘટનાનું વર્ણન આવશ્યકચૂર્ણિ, કલ્પચૂર્ણિ અને કથાવલી આદિમાં કરેલું છે. ઉપરની ત્રીજીથી સાતમી સુધીની પાંચ ઘટનાઓનો સંબન્ધ ઉપર્યુક્ત બીજા કાલકની સાથે છે. ઉપર્યુક્ત ઘટનાઓ પૈકી પ્રસ્તુત પ્રબન્ધમાં માત્ર ૫ મી, ૬ ઠી અને ૭ મી આ ત્રણ ઘટનાઓનું વર્ણન આપેલું છે. ૩ જી અને ૪ થી એ બે ઘટનાઓ પ્રાયઃ અપ્રસિદ્ધ છે અને ૨ જી ઘટનાનો અતિ દેશમાત્ર કર્યો છે અને ૧ લી ઘટના અન્યકાલક સંબન્ધી જાણીને છોડી દીધી લાગે છે. આ બધી ઘટનાઓ પૈકી કઈ ઘટના કયા સમયમાં બની તે સંબન્ધી ઉહાપોહ અમોએ અમારા “વીરનિર્વાણ સંવત્ ઔર જૈન કાલગણના” તથા “આર્યકાલક” નામના નિબન્ધોમાં કર્યો છે અને પરિણામે જે સમયની અટકળ કરી છે તે વાંચકોને અવલોકવા નિમિત્તે નીચે આપીયે છીએ – ૧ યજ્ઞફળ નિરુપણ–નિક સંવ ૩૦૦ થી ૩૩૫ સુધીમાં ૨ નિગોદ વ્યાખ્યાન-નિક સં. ૩૩૬ થી ૩૭૬ સુધીમાં ૩ નિમિત્ત પઠન-૪૫૩ ની પહેલાં પાંચ-દશ વર્ષ ઉપર. ૪ અનુયોગ નિર્માણ-૪૫૩ની પૂર્વે ૫ ગઈભિલ્લોચ્છેદ-૪પ૩ ના વર્ષના અજો.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 588