________________
શ્રી પ્રભાવક ચરિત્ર
પણ અધ્યાપક વિંધ્યની પ્રાર્થનાથી આર્યરક્ષિતે આ ચારે અનુયોગો જુદા કર્યા જે આજ સુધી તેવી જ રીતે જ જુદા છે. આ બધાં પરાવર્તનો જેવાં તેવાં નથી, આ પરાવર્તનો જબરદસ્ત સંયોગોમાં કરવાં પડ્યાં હશે અને એ ઉપરથી તત્કાલીન પરિસ્થિતિ કેવી હશે તે જાણવું મુશ્કેલ નથી, ખરું જોતાં આરક્ષિત એક યુગપ્રવર્તક પુરૂષ હતા. પ્રાચીન શ્રમણ સંસ્કૃતિનો હ્રાસ અને નવીન આચાર પદ્ધતિનો પ્રારંભ આર્યરક્ષિતના શાસનકાળમાં જ થવા માંડ્યો હતો એમ કહેવામાં ભાગ્યે જ વાંધા જેવું હોય. આર્યરક્ષિતનું મુખ્ય વિહારક્ષેત્ર માલવદેશ હતું અને એ ઉપરાન્ત તેઓ મથુરા તરફ તેમજ મધ્યહિન્દુસ્તાનના બીજા દેશોમાં પણ વિચાર્યા હતા.
આર્યરક્ષિત ૧૯ મા યુગપ્રધાન હતા. વાલ્લભીયુગપ્રધાન પટ્ટાવળીને અનુસારે એમનું સંપૂર્ણ આયુષ્ય ૭૫ વર્ષનું હતું. જેમાંના ૨૨ વર્ષ ગૃહમાં, ૪૪ સામાન્ય શ્રમણ્યમાં અને ૧૩ વર્ષ યુગપ્રધાનત્વપર્યાયમાં વ્યતીત થયા હતા. એમનો જન્મ નિર્વાણ સંવત ૧૨૨ (વિ. સં. પ૨) દીક્ષા નિ. સં. ૫૪૪ (વિ. સં. 2૪) માં, યુગપ્રધાનપદ નિ. સં. ૧૮૪ (વિ. સં. ૧૧૪) માં અને સ્વર્ગવાસ નિ. સં. ૧૯૭ (વિ. સં. ૧૨૭) માં થયો હતો, પણ માથુરી વાચનાને અનુસાર આર્યરક્ષિતનો સ્વર્ગવાસ નિ. સં. ૫૮૪ માં સિદ્ધ થાય છે. આ મતાન્તર માધુરી અને વાલ્લભી આ બે વાચનાઓ વચ્ચેના ૧૩ વર્ષના મતભેદનું પરિણામ છે. આ મતભેદનું બીજ અને એનું સમાધાન કેવી રીતે થાય છે તે જાણવું હોય તો “વીરનિર્વાણ સંવત ઔર જૈન કાલગણના’ નામનું અમારું હિન્દી ભાષાનું પુસ્તક વાંચવું, અહીંઆ ચર્ચા કરીને બહુ વિસ્તાર કરવાનો અવસર નથી
આર્યરક્ષિતે પોતાની પાટ પર પુષ્પમિત્રને બેસાડીને તેને શિક્ષા આપતાં કહેલું કે – “મારા મામા, ભાઈ અને પિતાને વિષે મારી જેવું વર્તન રાખવું' બીજી તરફ પોતાના પિતા અને ભાઈ વિગેરેને પણ તેમણે શીખામણ આપેલી. આથી જણાય છે કે આર્યરક્ષિતનો સ્વર્ગવાસ થયો ત્યાં સુધી તેમના પિતા સોમદેવ જીવિત હતા. નિશીથસૂત્રના પહેલા ઉદ્દેશાની ચૂર્ણિમાં આર્યરક્ષિતના પિતાને વૃદ્ધાવસ્થાના દીક્ષિત લખ્યા છે; શાસ્ત્રના નિયમ પ્રમાણે ૬૦ વર્ષથી ઉપરની અવસ્થાવાલાને “વૃદ્ધ’ કહી શકાય. આ બધો વિચાર કરતાં સોમદેવ લગભગ ૧૦૦ વર્ષથી અધિક જીવ્યા હશે એમ જણાય છે; કારણ કે આર્યરક્ષિત દીક્ષા લઈ પૂર્વભણીને આવ્યા હશે ! ત્યાંસુધી તેમની અવસ્થા ૩૨ વર્ષની આસપાસ હશે અને ત્યારે સોમદેવે ૬૦-૬૨ વર્ષ ઉપરની અવસ્થામાં દીક્ષા લીધી હોય તો સોમદેવ આર્યરક્ષિતથી ૩૦-૩૨ વર્ષે મોટા ગણાય, આર્યરક્ષિતે ૭૫ વર્ષનું આયુષ્ય પૂરું કર્યું ત્યાંસુધી સોમદેવ જીવિત હતા એનો અર્થ એ જ થાય કે સોમદેવ ઓછામાં ઓછું ૧૦૦ વર્ષથી વધારે જીવ્યા હતા.
આર્યરક્ષિતનો સ્વર્ગવાસ ક્યાં થયો તે ચરિત્રમાં જણાવ્યું નથી પણ સંભવ પ્રમાણે તેઓ દશપુર નગરમાં જ સ્વર્ગવાસી થયા હશે.
૩ શ્રી આર્યાનન્દિલ
કાળી
પ્રબન્ડમાં નામ આર્યનદિલ લખ્યું છે. તેમજ કેટલીક સ્થવિરાવલીઓમાં પણ એમનું નામ “દિલ' જ જણાવ્યું છે, પણ નન્દિની મૂળ સ્થવીરાવલીમાં અને એમના જ રચેલા વૈરસ્યાસ્તવમાં ‘અજ્ઞાનન્દ્રિત' એવો