Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 10
________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર ( ૭ ). પણ પોતાના પતિને આવા ઉપકારી કાર્યમાં પ્રોત્સાહિત કરતા, અને પતિની આજ્ઞા મુજબ આગંતુક માણસોની આગતાસ્વાગતા ખડે પગે કરતા. ભાઈ શ્રી હરજીવનદાસ અમદાવાદમાં રહ્યા ત્યાં સુધી દર પૂનમે સ્નેહીવર્ગ સાથે પાનસરની યાત્રા કરવા જતા, અને ત્યાં ઠાઠમાઠથી પ્રભુભકિત કરતા. તેમને માસિક રૂપિયા ૨૫૦, ને પગાર મળતું હોવાથી અને એ વખતમાં વિશેષ મેંઘવારી ન હોવાથી જે ધારત તે ઠીક-ઠીક રકમ એકઠી કરી શક્ત. પરંતુ નેકરી વગરના અને નિરાધાર માણસને જેમાં તેમનું હૃદય દ્રવી જતું, અને નેકરીમાં જે કાંઈ વધારે રહેતે તે આવા માણસને મદદ આપવાના પરેપકારી કામમાં વપરાઈ જતે. ભાઈ શ્રી હરજીવનદાસ જેબર તરીકે માણસે પાસેથી માયાળપણે અને મીઠાશથી રીતસર કામ લેતા, જેથી ઉપરી અધિકારીને તેમના કામથી સંતોષ થતું. તેઓ મીલમાં સ્વમાન પૂર્વક સ્વતંત્રપણે વર્તતા, તેમને ખુશામતખારી બિલકુલ પસંદ નહતી. જેથી મીલના મેનેજર કે ઉપરી અધિકારી તરફથી સ્વમાન ઘવાયાને જરા સરખો પ્રસંગે ઉપસ્થિત થતા, તેઓ તુરત રાજીનામું આપી છૂટાં થતાં, અને બીજી મીલમાં ગોઠવાઈ જતા. આવી રીતે અમદાવાદના વસવાટ દરમ્યાન તેમણે જુદી જુદી ત્રણ મીલમાં નોકરી કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76