________________
(૨૪).
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજ્યજી
આવતાં દેવગાણું મુકામે પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરવા આવ્યા, અને પિતાને દીક્ષા આપી મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય કરવા વિનતિ કરી. જેથી ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે મુનિરાજ શ્રી કંચનવિજયજીને દેવગાણા આવવા જણાવ્યું. ગુરૂમહારાજની આજ્ઞા થતાં તેઓશ્રી પિતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી સાથે પાલીતાણાંથી વિહાર કરી દેવગાણું આવ્યા. પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે સંવત ૧૯૮૨ ના ફાગણ શુદિ ત્રીજના રોજ ભાવસાર ઓઘડભાઈ હરજીને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિ શ્રી આણંદવિજયજી રાખ્યું, અને તેમને ચતુર્વિધ સંઘ સમક્ષ મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. દીક્ષાવિધિ પૂર્ણ થતાં ગુરૂદેવની આજ્ઞા મેળવી મુનિરાજ શ્રી કંચનવિજયજી પોતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી સાથે દેવગાણાથી વિહાર કરી પાછા પાલીતાણા આવ્યા, અને અવશેષ રહેલી નવાણું યાત્રા પૂર્ણ કરી. આ વખતે દેઢ, ત્રણ, છ, અને બાર ગાઉની પણ પ્રદક્ષિણાપૂર્વક યાત્રા કરી; વળી તેઓશ્રીએ શ્રી શત્રુંજયની શીતલ છાયામાં શ્રી વર્ધમાન તપની ઓળીની શરૂઆત કરી દીધી. નવાણું યાત્રા પૂર્ણ થતાં તેઓશ્રી પોતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી સાથે પાલીતાણાથી વિહાર કરી ભાવનગર પધાર્યા, અને ગુરૂદેવનાં વંદન-દર્શન કરી પરમ આનંદ પામ્યા. ભાવનગરમાં ચૈત્રી એાળી એક ધાનની વિધિપૂર્વક કરી.
ત્યાર બાદ ગુરૂ મહારાજ વિગેરે મુનિવર્યો સાથે ભાવનગરથી વિહાર કરી રાણપુર, ચુડા, વિગેરે ગામમાં વિચરતા વિચરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com