________________
ગણિવર્યાનું ટુંક જીવન ચરિત્ર
(૨૩)
ભાવનગરમાં મારવાડીના વંડામાં કર્યું. આ માસામાં તેઓશ્રીએ જેઠાલાલ શાસ્ત્રી તથા જગજીવનદાસ પંડિત પાસે માઘ કાવ્યને અભ્યાસ કર્યો. પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજને વડવાના શ્રીસંઘે પર્યુષણમાં વ્યાખ્યાન વાંચવા માટે વડવાના ઉપાશ્રયે મુનિરાજ શ્રી કંચનવિજયજીને મેક્લવા વિનતિ કરી, જેથી ગુરુદેવની આજ્ઞાથી મુનિરાજ શ્રી કંચનવિજયજી પર્યુષણમાં વ્યાખ્યાન વાંચવા વડવાના ઉપાશ્રયે પધાર્યા, અને સુબેધિકા ટીકા સહિત શ્રી કલ્પસૂત્રનું વાંચન કર્યું. વડવામાં પર્યુષણ નિમિતે અઠ્ઠાઈ મહેત્સવ ધામધૂમથી ઉજવાયો. તપસ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધાર્મિક કાર્યો ઠીક ઠીક પ્રમાણમાં થયાં. વળી તેઓશ્રીના સદુપદેશથી ભાવસાર ત્રિભુવનદાસ લાધાભાઈ તરફથી પારણાને વરઘોડે ઘણુંજ આડંબર સાથે નીકળે, જેમાં સ્ટેટને હાથી પણ લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મુનિરાજ શ્રી કંચનવિજયજી પાછા મારવાડીને વડે પધાર્યા. આ માસની ઓળીમાં છ ઉપવાસ ઉપર બાકીના ત્રણ દિવસ એક ધાનના આયંબિલ કરી વિધિપૂર્વક ઓળીની આરાધના કરી. | સંવત ૧૯૮૧ ના ચોમાસા બાદ મુનિરાજ શ્રી કંચનવિજયજીને તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની નવાણું યાત્રા કરવાની શુભ ભાવના થતાં એ હકીક્ત તેઓશ્રીએ ગુરૂમહારાજને જણાવી. ગુરૂદેવે તેની અનુમતિ આપી, જેથી તેઓશ્રી પોતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી સાથે ભાવનગરથી વિહાર કરી પાલીતાણા પધાર્યા, અને હમેશાં એકાસણે વિધિપૂર્વક નવાણું યાત્રા શરૂ કરી દીધી. ચોવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા કરી, વળી સાત છઠ્ઠ અને બે અઠ્ઠમ કરીને યાત્રા કરી. આ અરસામાં તેઓશ્રીના સંસારી સંબંધી ભાવસાર ઓઘડભાઈ હરજી વૈરાગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com