Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 30
________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૨૭) ષણમાં અઠ્ઠાઈની તપસ્યા કરી. ગુરુદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ ચતુર્માસ પૂર્ણ થતાં પિતાના શિષ્ય–પરિવાર સાથે વઢવાણકાંપથી વિહાર કરી વિરમગામ થઈ શ્રી શંખેશ્વરજીની યાત્રા કરી રાધનપુર આવ્યા. ત્યાં થોડા દિવસ સ્થિરતા કર્યા બાદ સમી, શંખેશ્વરજી, ઝીંઝુવાડા થઈ પાછા વીરમગામ પધાર્યા. ત્યાર બાદ મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિરમગામથી વિહાર કર્યો. અને ભાયણીજી તથા શ્રી શંખેશ્વરજી તીર્થની યાત્રા કરી સમી થઈ રાધનપુર પધાર્યા. સંવત્ ૧૯૮૪ નું ચતુર્માસ રાધનપુરમાં . તેઓશ્રીના શિષ્ય મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી જેઠ માસમાં રાધનપુરમાં સ્વર્ગવાસ પામ્યા, તે નિમિત્તે શ્રીસંઘ તરફથી અઠ્ઠાઈ મહત્સવ થયે. મુનિરાજ શ્રી કંચનવિજયજીએ રાધનપુરમાં ગુરૂદેવ પાસે શ્રી નંદીસૂત્ર તથા મહાનિશીથસૂત્રના જેગ વહન કર્યા, પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈની તપસ્યા કરી, તથા આસો માસમાં એક ધાનની ઓળી વિધિપૂર્વક કરી. ચોમાસા બાદ ગુરુમહારાજ વિગેરે મુનિવર્યો સાથે રાધનપુરથી વિહાર કરી સમી આવ્યા. આ અરસામાં રાધનપુરથી શેઠ જીવતલાલ પ્રતાપશી તરફથી શ્રી સિદ્ધાચલજીને છરી પાળતો સંઘ નીકળવાને હેવાથી, તેમના તરફથી સંઘ સાથે શ્રી સિદ્ધાચલજી આવવા આગ્રહભરી વિનતિ થતાં સમીથી વિહાર કરી રાધનપુર પધાર્યા. અને સંઘ સાથે વિચરતા વિચરતા મહા માસમાં પાલીતાણા પહોંચ્યા. અહીં શંખલપુરના ભાવસાર જેઠાલાલ ભવાનદાસ માતા-પિતાની અનુમતિ લઈ વૈરાગ્યથી દીક્ષા અંગીકાર કરવા આવ્યા. દીક્ષાનું નક્કી થતાં શેઠ જીવતલાલ પ્રતાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76