________________
(૨૬)
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી કાઢયો હતો, અને તે શ્રી શંખેશ્વર આવવાનું હોવાથી મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે સમીથી વિહાર કરી શ્રી શંખેશ્વરજી આવ્યા, અને સંઘ સાથે પંચાસર, દસાડા, માંડલ, ઝીંઝુવાડા થઈ ધ્રાંગધ્રા આવ્યા. ત્યાંથી કછ તરફ પ્રયાણ કર્યું. કચ્છમાં નાના-મેટા શહેરે અને ગામમાં વિચરતા વિચરતા સંઘ સાથે શ્રી ભદ્રેશ્વરજી આવ્યા, અને શ્રી ભદ્રેશ્વરજી તીર્થની અપૂર્વ યાત્રા કરી અનહદ આમિક ઉલ્લાસ પામ્યા. સંઘ સાથે કચ્છની યાત્રા કરી વિહાર કરતા કરતા રાજકોટ, મોરબી, વાંકાનેર વિગેરે સ્થળે થઈ જુનાગઢ આવ્યા, અને શ્રી ગીરનારજીની યાત્રા કરી. આ વખતે મુનિરાજ શ્રી કંચનવિજયજીનાં સંસારી માતુશ્રી મોંઘીહેન ગીરનારજીની યાત્રા કરવા તથા મુનિરાજેને વંદન કરવા જુનાગઢ આવ્યા. તેમણે પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજના સદુપદેશથી વૈશાખ શુદિ ૩ થી વરસીતપ શરૂ કર્યો. મુનિરાજ શ્રી કંચનવિજયજી ગુરુદેવની આજ્ઞાથી પિતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી તથા આણંદવિજયજી સાથે જુનાગઢથી વિહાર કરી વિરમગામ પધાર્યા, અને વીરમગામના સંઘની આગ્રહભરી વિનતિથી તેઓશ્રીએ સંવત્ ૧૯૮૩ નું ચતુમસ વીરમગામમાં કર્યું. પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ પોતાના શિષ્ય-પરિવાર સાથે જુનાગઢથી વિહાર કરી વઢવાણકાપ પધાર્યા, અને ત્યાંના સંઘની આગ્રહભરી વિનતિથી તેઓશ્રી વઢવાણકપમાં ચતુર્માસ રહ્યા. વીરમગામમાં મુનિરાજ શ્રી કંચનવિજયજીએ પંડિત પાસે નૈષધીય મહાકાવ્યના પાંચ સર્ગ કર્યો, અને આ માસમાં એક ધાનની એની વિધિપૂર્વક કરી. વળી તેઓશ્રીના શિષ્ય મુનિ શ્રી આણંદવિજયજીએ પર્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com