________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
(૩૧ ) પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ શિષ્ય-પરિવાર સાથે અગાઉથી પધાર્યા હતા, તેઓશ્રીનાં દર્શન-વંદન કરી પરમ આનંદ પામ્યા. રાંદેરથી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે સુરત પધાર્યા, અને સંવત ૧૯૮૮ નું ચતુર્માસ સુરતમાં નેમુભાઈની વાડીમાં કર્યું. પયુંષણમાં વ્યાખ્યાન વાંચવા માટે પધારવા વડાચૌટાના સંઘે વિનતિ કરવાથી ગુરુદેવની આજ્ઞાથી તેઓશ્રી પર્યુષણમાં વ્યાખ્યાન વાંચવા વડાચૌટાના ઉપાશ્રયે આવ્યા. તેઓશ્રીના પધારવાથી વડાચૌટામાં તપસ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધાર્મિક કાર્યો ઠીક ઠીક પ્રમાણમાં થયાં. વળી તેઓશ્રીના સદુપદેશથી આસો માસમાં વડાચૌટાના ઉપાશ્રય નાણ મંડાવી પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે ૧૮ જણાએ સજોડે ચતુર્થ-ત્રત અંગીકાર કર્યું, અને એજ વખતે બીજા પણ ઘણા ભાઈ-બહેનોએ જુદા જુદા વ્રત ઉશ્ચર્યા. ગુરુદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજના સદુપદેશથી સુરતમાં ઉપધાન વહન કરાવવામાં આવ્યા હતા, તેની હંમેશાં સવારસાંજની કિયા ગુરુદેવની આજ્ઞાથી મુનિરાજ શ્રી કંચનવિજયજી કરાવતા હતા. આ ચતુર્માસમાં તેઓશ્રીએ ગુરૂ મહારાજ પાસે સ્થાનાંગ તથા જ્ઞાતાસૂત્ર વિગેરેના જેગ વહન કર્યા. આ
ચોમાસા બાદ સુરતથી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહોર કર્યો અને બુહારી, બારડેલી, નવસારી, બીલીમોરા, ગણદેવી, અમલસાડ, પાલઘર તથા અંધેરી થઈ મુંબઈ પધાર્યા. મુંબઈમાં લાલબાગ તથા ડીજીના ઉપાશ્રયના ટ્રસ્ટીઓએ ચતુર્માસ માટે આગ્રહભરી વિનતિ કરી જેથી પંન્યાસજી શ્રી ભકિતવિજ્યજી મહારાજ શિષ્ય-પરિવાર સાથે લાલબાગના ઉપાશ્રયે ચતુર્માસ રહ્યા, અને પિતાના વિદ્વાન શિષ્યરત્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com