________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
હર૯ ) વિચરતા વિચરતા ભાવનગર થઈ કેળીયાક પધાર્યા. ત્યાં ચિત્રીઓની કરી તથા દેવ વંદાવી ત્યાંથી વિહાર કરી પાલીતાણ આવ્યા. અહીં અક્ષય તૃતીયાના રોજ વરસીતપનું પારણું કરી પાલીતાણાથી વિહાર કરી વિચરતા વિચારતા વિરમગામ પધાર્યા, અને ત્યાંના સંઘની આગ્રહભરી વિનતિથી સંવત ૧૯૮૬ નું ચતુર્માસ વીરમગામમાં કર્યું. તેઓશ્રી સાથે મુનિરાજ શ્રી ઉદ્યોતવિજયજી, આણંદવિજયજી તથા જગતવિજયજી ચેમાસું રહ્યા હતા. ચતુર્માસમાં મુનિરાજ શ્રી કંચનવિજયજીએ પંડિત જટાશંકર પાસે શાલિભદ્ર ચરિત્ર તથા યોગશાસ્ત્ર ટીકાસહિતને અભ્યાસ કર્યો. વળી તેઓશ્રીના સદુપદેશથી શ્રાવકભાઈઓ તથા શ્રાવિકા બહેનેએ પીસ્તાલીશ આગમ અને અષ્ટ મહાસિદ્ધિને તપ વિધિપૂર્વક કર્યો, તે નિમિત્તે ઠાઠમાઠથી વરઘોડે ચડાવવામાં આવ્યું. તેઓશ્રીએ આ માસમાં એક ધાનની ઓળી વિધિપૂર્વક કરી. પિતાને પંડિત પાસે અભ્યાસ ચાલતું હોવાથી વિરમગામમાં રોકાયા, અને ચેત્રી ઓળી વિરમગામમાં કરી તથા ચિત્રીપૂનમના દેવ વંદાવ્યા. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી ભેયી તીર્થની યાત્રા કરી મહેસાણા આવ્યા, અને ત્યાં ગુરુમહારાજનાં દર્શન–વંદન કરી પરમ આહલાદ પામ્યા.
મુનિરાજ શ્રી કંચનવિજયજીએ મહેસાણામાં શ્રી સૂયગડાંગ સૂત્રના જંગમાં પ્રવેશ કર્યો. ત્યાં થોડા દિવસની સ્થિરતા કરી ગુરુદેવની આજ્ઞાથી પિતાના શિષ્ય મુનિશ્રી જગતવિજયજી સાથે વિહાર કરી પ્રથમ અસાડ માસમાં અમદાવાદ પધાર્યા, અને વિદ્યાશાળામાં ઉતર્યા. ત્યાં થોડા દિવસની સ્થિરતા કરી ત્યાંથી મુનિશ્રી જગતવિજયજી તથા મુનિશ્રી પ્રેમવિજયજી સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com