________________
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી જન સ્કુલનું મકાન બંધાવવા બીજા એક લાખ રૂપિયાનું ફંડ એકઠું કરવામાં આવ્યું.
પૂનગ ગામના સંઘમાં કેટલાક વખતથી કુસંપ ચાલતે હિતે, જેથી ત્યાંના પંચમાં તડ પડી ગયા હતા. એ કુસંપ દૂર કરાવવા પુનગના સંઘના અગ્રેસરે ચોમાસા બાદ પંન્યાસજી મહારાજ પાસે જાવાલ આવ્યા, તેમણે પુનગ પધારવા વિનતિ કરી. જેથી પંન્યાસજી મહારાજ જાવાલથી વિહાર કરી પુનમ પધાર્યા, અને સચેટ સદુપદેશ આપી ત્યાંના સંઘમાં કેટલાક વખતથી પેઠેલો કુસંપ દૂર કરાવ્યું. ત્યારબાદ તેઓશ્રી પુનગથી વિહાર કરી પાછા જાવાલ આવ્યા. પંન્યાસજી મહારાજના સદુપદેશથી ભિન્ન ભિન્ન ગૃહસ્થા તરફથી જાવાલથી જેસલમેરને છરી પાળતો સંઘ નીકળ્યો. સંઘ સાથે પંન્યાસજી મહારાજે પણ પિતાના શિષ્ય–પરિવાર સાથે વિહાર કર્યો. અને જેગાપરા, કેરટા, કેરાલ, પાવઠા, ઉમેદપુર, ગુડાબાલોતરા, તથા આહાર થઈ સંઘ સાથે શ્રી નાકોડા તીર્થ આવ્યા. ત્યાં શ્રી નાકોડા પાર્શ્વનાથસ્વામીનાં દર્શન–વંદન કરી પરમઆનંદ પામ્યા. નાકેડા તીર્થમાં સંઘ તરફથી ઠાઠમાઠથી પૂજા ભણાવવામાં આવી, તથા સાધમિક વાત્સલ્ય થયું. ત્યાંથી સંઘ સાથે બાડમેર આવ્યા, અહીં બાડમેરના સંઘના અતિશય આગ્રહથી આઠ દિવસની સ્થિરતા કરી. બાડમેરથી સંઘ સાથે વિચરતા વિચરતા જેસલમેર આવ્યા. જેસલમેરમાં પ્રાચીન અને ભવ્ય દેરાસર તથા જ્ઞાનભંડારે જોઈ આનંદ પામ્યા, તથા પ્રભાવક પ્રતિમાજીઓનાં દર્શન-વંદન કરી આત્મિક ઉલ્લાસ અનુભવ્યો. જેસલમેરમાં ચાર દિવસની સ્થિરતા કરી ત્યાંથી સંઘ સાથે વિચરતા વિચરતા ફલેદી આવ્યા. અહીંથી સંઘ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com