________________
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી પરિવાર સાથે બ્લાવર શહેરની બહાર આવેલા શેઠ શંકરલાલ મુલેટને બંગલે પધાર્યા, ત્યાં એક મહિના સુધી સ્થિરતા કરી. પંન્યાસજી મહારાજના વૈરાગ્યમય સદુપદેશથી ભદ્રક પરિણામી શેઠ શંકરલાલ મુણોત તથા તેમના શ્રદ્ધાળુ ધર્મપત્નીએ પંન્યાસજી મહારાજ પાસે યથાશક્તિ વ્રત–પચ્ચખાણ ઉચર્યા. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી પંન્યાસજી મહારાજ વિચરતા વિચરતા ઉદયપુર થઈ શ્રી કેસરીયાજી તીર્થ આવ્યા, અને શ્રી કેસરીયા નાથનાં દર્શન–વંદન કરી આત્મિક ઉલ્લાસ પામ્યા. માર્ગમાં આવતા ગામે તથા શહેરમાં સ્થાનકવાસી અને તેરાપંથીઓને પ્રતિબંધ આપી કેટલાકને મૂર્તિ પૂજા પ્રત્યે શ્રદ્ધાળુ કર્યા, અને કેટલાકને અભક્ષ્ય-અનંતકાય ત્યાગ કરાવ્યો. ખ્યાવરથી કેસરીયાજી સુધીને વિહારને ખર્ચ શેઠ સુગનમલજી મુહત્તા તરફથી મળ્યો હતે. કેસરીયાજીથી વિહાર કરી ઉદયપુર, સાયડા, અને રાણકપુર થઈ સાદડી આવી ત્યાં ફાગણ માસી ચૌદશ કરી. ત્યાંથી વિહાર કરી જાડા તીર્થ પધાર્યા. અહીં નવી તથા શીવગંજના સંઘના અગ્રેસરેએ આવી ચેમાસા માટે વિનતિ કરી, પરંતુ ચતુમંસને હજી વાર હોવાથી ચતુર્માસ માટે હા ન પાડી. પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ પિતાના શિષ્ય-પરિવાર સાથે જાકડાથી વિચરતા વિચરતા સુમેરપુર આવ્યા. ત્યાં શિવગંજના સંઘની વિનતિથી શિવગંજ પધારતાં સંઘ તરફથી ભવ્ય સામૈયું થયું. આગમ-શાસ્ત્રના પારગામી સુવિહિત વિદ્વાન મુનિવર્યો પિતાના ગામમાં પધારવાથી હર્ષોલ્લસિત થયેલ નગરશેઠ તખતમલજી વિગેરે સદ્દગૃહસ્થાએ સામૈયામાં રૂપિયા ૨૫૦) ઉમળી ગુરૂભક્તિ પ્રદર્શિત કરી. પંન્યાસણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com