Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 74
________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૭૧) પારણુમાં એ પ્રક્ષાલન જલ વાપર્યા પછી બીજી વસ્તુઓ વાપરી. ધન્ય છે ગુરુદેવ ઉપર અવિહડ ભક્તિશાળી પંન્યાસજી મહારાજને ! ચોમાસા બાદ ભાવસાર સાકરચંદ ગાંડાલાલ વેલાણી તરફથી વરતેજમાં અઠ્ઠાઈ–મહોત્સવ કરવાનું હોવાથી તેમના તરફથી આગ્રહભરી વિનતિ આવતાં ગુરુદેવની આજ્ઞાથી પંન્યાસજી મહારાજે માગશર વદિ ૩ ના રોજ પોતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યો, અને વરતેજ આવ્યા. ત્યારબાદ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ પણ પિતાના બહોળા સાધુ-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કરી વરતેજ પધાર્યા. ત્યાં ભાવસાર સાકરચંદ ગાંડાલાલ વેલાણી તરફથી ધામધૂમથી અઠ્ઠાઈ–મહોત્સવ ઉજવાયે અને ઠાઠમાઠથી વડે ચડાવવામાં આવ્યો. અઠ્ઠાઈ–મહોત્સવનું કાર્ય પૂર્ણ થતાં પંન્યાસજી મહારાજ ગુરુદેવ વિ. મુનિવર્યો સાથે વિહારકરી ભાવનગર પધાર્યા, અને ત્યાં મારવાડીને વડે ઉતર્યા. ભાવનગરમાં ગુરુમહારાજ આચાર્યદેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે મોટા દેરાસરજીમાં શ્રી અભિનંદન સ્વામી તથા શ્રી શાંતિનાથ ભગવાનનાં ભવ્ય પ્રતિમાજીની ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવવામાં આવી. એ સમયે પરમ પ્રભાવક એ બન્ને પ્રતિમાજીને આખા શરીરે અમી ઝરવા લાગી હતી. વળી પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણીશ્વરે વડવાના દેરાસરજી ઉપર વજદંડ ચડાવવાની ક્રિયા કરાવીએ શુભ સમયે વડવાના દેરાસરજીના મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામીના ભવ્ય પ્રતિમાજીને અંગુઠેથી અમી ઝરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76