Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 66
________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર તથા ગુજરાતી શ્રાવક-શ્રાવિકાઓએ માસખમણ, સેળ ઉપવાસ, તથા અઠ્ઠાઈ વિગેરે તપસ્યા સારા પ્રમાણમાં કરી. વળી પર્યુંષણ પ્રસંગે તપસ્વી શ્રીયુત શેઠ ઉમેદમલે મા ખમણની તપસ્યા કરી, તે નિમિત્તે તેમના તરફથી ૧૦ દિવસ સુધી ઠાઠમાઠથી આંગી રચાવવામાં આવી, તથા હંમેશાં જુદી જુદી પૂજા ભણવી પ્રભાવના કરવામાં આવી હતી. પર્યુષણને વરઘેડ ઠાઠમાઠથી ચડયે. ચતુર્માસ પૂર્ણ થતાં ભાવનગરવાળા ભાવસાર જીવણભાઈ રામજી માસ્તરને ઘેર ચેમાસું બદલ્યું. ખ્યાવર નિવાસી શેઠ ઉદયમલજીના ધર્મપત્ની ઉદયાબહેન તરફથી કારતક વદિમાં કાળુરામજી કાંકરીયાના નેરામાં ઉપધાન બેઠા. તેમાં મુમુક્ષુ ઘણુ શ્રાવક ભાઈઓ તથા શ્રાવિકા બહેનોએ પ્રવેશ કર્યો. તથા ઉપધાન કરાવનાર ઉદયાબહેને પણ ઉપધાનમાં પ્રવેશ કર્યો. તેમના તરફથી તપસ્વીઓની ભક્તિ સારી રીતે થઈ. ઉપધાનની માળ નિમિત્તે પિષ માસમાં ધામધૂમથી વરઘડે નીકળ્યો. અને પંન્યાસજી મહારાજના શુભ હસ્તે તપસ્વીઓએ તથા ઉપધાન કરાવનાર ઉદયાબહેને ઉપધાનની માળ પહેરી. આ અરસામાં ઉદયાબહેન તથા શેઠ શંકરલાલ મુત તરફથી પાલીતાણથી ચાર ભવ્ય પ્રતિમાજી લાવવામાં આવ્યા હતા. પંન્યાસજી મહારાજના શુભ હસ્તે એ મનહર ચારે પ્રતિમાજીને ખ્યાવરના દેરાસરજીમાં ધામધૂમથી તખ્તનશીન કરવામાં આવ્યા, અને તે નિમિત્તે વિધિ-વિધાનપૂર્વક અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું. ત્યાર બાદ શેઠ શંકરલાલ મુeતે પિતાને બંગલે પધારવા આગ્રહભરી વિનતિ કરવાથી પંન્યાસજી મહારાજ પોતાના શિષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76