________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
( ૬
)
................................
બહેન સંતક તથા બહેન દીવાળીએ સંવત્ ૨૦૦૧ ના મહા માસમાં ભાવનગરથી શ્રી સિદ્ધાચલજીને છરી પાળતે સંઘ કાલ્યો, સંઘ સાથે પંન્યાસજી મહારાજે પણ પોતાના શિષ્યપરિવાર સાથે ભાવનગરથી વિહાર કર્યો. પાલીતાણા આવતાં સંઘનું શાનદાર સામૈયું થયું. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર મહા વદિ ૩ ના રોજ પંન્યાસજી મહારાજના શુભહસ્તે બહેન સંતક તથા બહેન દીવાળીએ તીર્થમાળ પહેરી, અને બન્ને સંઘવી બહેનેએ પાલીતાણામાં જુદા જુદા ખાતાઓમાં સારી રકમ આપી લક્ષમીને સદ્વ્યય કર્યો. - ત્યારબાદ પંન્યાસજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યો. અને તાલધ્વજ તીર્થની યાત્રા કરી કોળીયાક થઈ ઘેઘા આવ્યા. ત્યાં શ્રી નવખંડા પાર્શ્વનાથસ્વામીના પ્રભાવક પ્રતિમાજીનાં દર્શન-વંદન કરી હર્ષોલ્લાસ પામ્યા.
ખ્યાવર નિવાસી શેઠ ઉદયમલજીના ધર્મપત્ની ઉદયાબહેનની, પંન્યાસજી મહારાજની અધ્યક્ષતામાં ખ્યાવરમાં ઉપધાન કરાવવાની ભાવના હતી. જેથી “પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ ઘોઘા પધાર્યા છે” એવા સમાચાર મળતાં તેઓ ઘોઘા આવ્યા. તેમની સાથે શેઠ કલ્યાણચંદજી મુહત્તા વિગેરે ૨૫ શ્રાવક-શ્રાવિકાઓ આવ્યા હતા. તેમણે ઉપધાન કરાવવા માટે ખ્યાવર પધારવા આગ્રહભરી વિનતિ કરી. આજ્ઞાશીલ પંચાસજી મહારાજે કહ્યું કે, ગુરુદેવની આજ્ઞા મળ્યાબાદ અમારાથી ખ્યકર આવવાની હા કહી શકાશે. આ પ્રમાણે પંન્યાસજી મહારાજના કહેવાથી એ ગુરુમહારાજ આચાર્યદેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com