Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 49
________________ (૪૬) પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ પિતાના શિષ્યપરિવાર સાથે લીલાપુરથી વિહાર કરી વિરમગામ થઈ ભાયણજી તીર્થની યાત્રા કરી તારંગા તીર્થ પધાર્યા. ત્યાં ચિત્રી ઓળી કરી, તથા ચૈત્રી પુનમના દેવ વંદાવ્યા. તારંગાજીથી વિહાર કરી ગઢ જીલ્લામાં આવેલા ગામ ભાલોસણા થઈ આબુ પધાર્યા. ત્યાં આઠેક દિવસની સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી વેલગડી થઈ ગામ પાડી ગયા. ત્યાં આઠેક દિવસ સ્થિરતા કરી ત્યાંથી વિચરતા વિચરતા જાવાલ પધાર્યા અને જાવાલના શ્રી સંઘની આગ્રહભરી વિનતિથી સંવત ૧૯૬ નું ચતુર્માસ જાવા / લમાં કર્યું. કેટલાક વખતથી જાવાલના સંઘમાં કુસંપ ચાલતું હતું. ધીરે ધીરે એ કારમા કુસંપનું જોર એટલું બધું વધી ગયું કે ત્યાંના સંઘમાં પાંચ તડ પડી ગયા ! આને લીધે વ્યવહારિક કાર્યો ઉપરાંત ધાર્મિક કાર્યો પણ અટકી ગયા; જેથી દેરાસરજી ઉપર કેટલાક વરસથી વજદંડ ચડાવાયો નહોતે, પ્રભાવના સુદ્ધાં બંધ હતી. શ્રીસંઘમાં આવું કલેશમય વાતાવરણ જોઈ પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજને ખેદ થયો. તેઓશ્રીએ સંઘમાં સંપ કરાવવા અવિચ્છિન્નપણે એક મહિને પ્રયાસ કર્યો અને સચોટ સદુપદેશ આપી પાંચે તડને ભેગા કર્યા, જેથી સંઘમાં કલેશને ઠેકાણે શાંતિમય વાતાવરણ જામ્યું. હર્ષાન્વિત અને ઉત્સાહિત થયેલા જાવાલના શ્રી સંઘને પંન્યાસજી મહારાજે વિજદંડ ચડાવવા માટે સદુપદેશ આપતાં એ માટે એક ગુપ્ત ભંડાર રાખવામાં આવ્યો. તેમાં ધ્વજદંડ ચડાવવામાં વિધિ-વિધાન વિગેરે માટે રૂપીયા ૧૧૫૦) એકઠા થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76