________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
(૫૩)
અગ્રેસર શેઠ ફેજમલજી કેરટા આવ્યા, તેમણે પંન્યાસજી મહારાજને ભેગાપરા પધારવા આગ્રહભરી વિનતિ કરી, જેથી પંન્યાસજી મહારાજ કેરટાથી વિહાર કરી જેગાપરા આવ્યા. તે દિવસે સાધર્મિક વાત્સલ્ય થયું. જોગાપરાના સંઘમાં બેહદ કુસંપ હતું, પંન્યાસજી મહારાજે ઘણે જ પ્રયાસ કરી, તથા સદુપદેશ આપી કુસંપ દૂર કરાવ્યું. જે ગાપરામાં ત્રણ દિવસ રેકાયા બાદ ત્યાંથી વિહાર કરી પાછા કેરટા આવ્યા. ત્યાંથી વિહાર કરી નવી પધારતાં ત્યાંના શ્રી સંઘ તરફથી સામૈયું થયું. નેવીમાં શ્રાવકની સે ઘરની ટુંકી વસ્તી હોવા છતાં એ નાનકડા સંઘમાં તડ પડી ગયા હતા, કુસંપ ઘણે હતે જેથી દેરાસરજી તૈયાર હોવા છતાં પ્રતિષ્ઠા થઈ નહોતી. ઘણું વખતથી દેરાસરજીની સાર-સંભાળ ન લેવાયાથી ભીંતેમાં ચીરાડ પડી ગઈ, કેટલેક સ્થળે ઝાડ ઉગી ગયા, દરવાજાને વણખેલ્યા તાળા લગાવ્યા હતા. આવી દુખદ પરિસ્થિતિ જોઈ પંન્યાસજી મહારાજને ઘણે ખેદ થયે. તેઓશ્રીએ સંઘને એકડે કર્યો, અને ઘણેજ પરિશ્રમ વેઠી તથા સદુપદેશ આપી કુસંપ દૂર કરાવ્યું, જેથી સંઘમાં અનહદ આનંદ ફેલાયો. બે નવકારશી થઈ, જેમાં બધાય શ્રાવક-શ્રાવિકાઓ ભેગા બેસીને જમ્યા. ત્યારબાદ પંન્યાસજી મહારાજના સદુપદેશથી શ્રી સંઘે સલાટે બોલાવી દેરાસરજીનું રીપેર કામ ચાલુ કરાવી દીધું. આ અરસામાં શીલધરના સંઘના અગ્રેસર શેઠ પુનાજી રામાજી વિગેરે નેવી આવ્યા. તેમણે કહ્યું કે, અમારે શ્રી સિદ્ધાચલજીને છરી પાળતે સંઘ કાઢવાની ભાવના છે, માટે આપ શીલધર પધારો. આ૫ આવ્યા બાદ નકકી થશે. આ પ્રમાણે શીલધર પધારવા તેમણે કરેલી વિનતિ પંચાસજી મહારાજે સ્વીકારતાં શીલધરથી આવેલા સંઘના અગ્રેસરે પાછા શીલદર ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com