________________
પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજ્યજી
પંન્યાસજી મહારાજ નેવીમાં દસેક દિવસ રોકાયા. તેઓશ્રીના સદુપદેશથી નેવીના પંચ તરફથી પાવઠાનો છરી પાળતે સંઘ નીકળે; પંન્યાસજી મહારાજ પણ સંઘ સાથે નેવીથી વિહાર કરી પાવઠા પધાર્યા. પાવઠાથી તખતગઢ આવી ત્યાં ત્રણ દિવસ રોકાયા. ત્યાંથી વિહાર કરી ઉમેદપુર તથા ગુડા-બાલોતરા થઈ, આહાર આવી ત્યાં ચાર દિવસ રોકાયા. ત્યાંથી વિહાર કરી વાગરા આવ્યા, ત્યાં ત્રણ દિવસ રોકાયા. ત્યાંથી વિહાર કરી કાલંદ્રી તથા મેટાગામ થઈ પૂનમ આવ્યા. અહીંના સંઘમાં કેટલાક વખતથી ચાલ્યા આવતા કુસંપને પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી દૂર કરાવ્યું, જેથી સંઘમાં આનંદ ફેલાયે. ઉલ્લસિત થયેલા સંઘે અઠ્ઠાઈ–મહોત્સવ કર્યો, અને છેલ્લે દિવસે નવકારશી કરી, જેમાં ઘણા વખતથી અલગ રહેતા શ્રાવક-શ્રાવિકાઓ ભેગા બેસીને જમ્યા. ત્યારબાદ પંન્યાસજી મહારાજ પૂનાગથી વિહાર કરી શીલધર પધાર્યા.
H. પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સ૬-
પદેશથી શીલધરથી શ્રી સિદ્ધાચલજીને
નીકળેલો છરી પાળતો સંઘ, દિન
SMS BSિ પંન્યાસજી મહારાજ શીલધર પધાર્યા બાદ તેઓશ્રીના સદુપદેશથી શેઠ પૂનાજ રામાજી, ખેમાજી રામાજી, તથા કેશાજી રામાજીએ ફાગણ માસમાં શીલધરથી શ્રી સિદ્ધાચલજીને છરી પાળતે સંઘ કાઢ. સંઘ સાથે પિતાના શિષ્ય-પરિવાર સાથે પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે પણ વિહાર કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com