________________
ગણિવર્યાનું ટુંક જીવન ચરિત્ર “
(૫૭) અને હજારે શ્રાવક-શ્રાવિકાઓને સમુદાય એકઠો થવાથી સામૈયાની શેભા દર્શનીય થઈ હતી. સંઘ ખુશાલભુવનમાં ઉતરતાં ખુશાલભુવનના વિશાળ હેલમાં આચાર્ય દેવેશ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજે મીઠી-મધુરી વૈરાગ્યમય દેશના આપી. સંઘવીએ પાલીતાણામાં સંઘજમણ તથા જુદા ખાતાઓમાં આપેલી મદદ મળી રૂપિયા સત્યાવીશ હજારને સદ્વ્યય કર્યો. વળી સંઘમાં આવેલા દરેક નેકરને સંગવી તરફથી છૂટે હાથે ઈનામ આપવામાં આવ્યાં. વૈશાખ શુદિ ત્રીજના શુભ દિવસે તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર શેઠ પૂનાજી રામાજી શેઠ બેખાજી રામાજી, તથા શેઠ કેશાજી રામાજી, એ ત્રણે ભાઈઓએ આચાર્યજી મહારાજ શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે તીર્થમાળ પહેરી. ત્યાર બાદ સંઘ પાલીતાણુથી પાછા છરી પાળતો શીલપર પહોંચ્યું, અને પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે આપેલા મુહૂર્ત શીલપર ગામમાં પ્રવેશ કર્યો. અહીં આવીને સંઘવીએ શીલપરના દેરાસરજી વિગેરે ધર્માદા ખાતામાં સારી રકમ આપી. આવી રીતે શ્રી સિદ્ધાચલજીને છરી પાળતે સંઘ કાઢી મહાન પુય ઉપાર્જન કરનાર સંઘવીએ કુલ બે લાખ રૂપિયાને સદ્વ્યય કર્યો. પુણ્યશાળી સંઘવીના માનમાં સીહી સ્ટેટ તરફથી શીલધરના દીવાનની સહીથી ચૈત્ર શુદિ ૧૩ ના રોજ શીલધરમાં પાખી પાળવાનો ઠરાવ કર્યો, એ ઠરાવને અમલ અત્યારે પણ ચાલુ છે.
પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણીશ્વરે પાલીતાણામાં સંવત્ ૧૯૯૮ ના વૈશાખ શુદિ ૬ ના રોજ સાધવીજી શ્રી રાજેન્દ્રશ્રીજીને વડી દીક્ષા આપી, તેમને સાધ્વીજી શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com