________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
(૪૭)
---------
.....................................
ી ધ્વજદંડ ચડાવતાં થયેલા દિવ્ય કેસરનાં છાંટણ. ની
જાવાલના દેરાસરજી ઉપર અશાડ શુદિ ૬ ના રોજ શુભ ચેઘડીયે ધામધૂમથી વિધિપૂર્વક ધ્વજદંડ ચડાવવામાં આવ્યો, તે શુભ નિમિત્તે શાંતિસ્નાત્ર ભણાવ્યું, તથા નવકારશી થઈ, જેમાં પાંચે તડે ભેગા બેસીને જમ્યા. એ દિવસે દેરાસરજી ઉપર તથા ગામમાં દિવ્ય કેસરનાં છાંટણું થયાં; જેથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું, અને જૈન શાસનની પ્રભાવના થઈ. ધ્વજદંડના ચડાવા વિગેરેમાં દેવદ્રવ્યની ઉપજ ઘણું સારી થઈ દેવજદંડના શુભ પ્રસંગે આવેલા ભેજકે તથા બ્રાહ્મણે વિગેરેને રૂપીયા ૫૦૦) દક્ષિણામાં આપ્યા. આ વખતે જાવાલમાં સાધ્વીજીશ્રી મેઘશ્રીજી, ઈન્દ્રશ્રીજી, સુમંગલાશ્રીજી વિગેરે સાધ્વીજી મહારાજેના ચાર ઠાણું ચેમાસું રહ્યા હતા. પંન્યાસજી મહારાજે અશાડ શુદિ ૬ ના રોજ સાધ્વીજીશ્રી સુમગલાશ્રીજીને વડી દીક્ષા આપી તેમને સાધ્વીજી શ્રી ઈન્દ્રશ્રીજીના શિષ્યા કર્યા.
પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ વ્યાખ્યાનમાં હમેશાં ઉત્તરાધ્યયન સૂત્ર તથા ભાવનાધિકારે યુગાદિ દેશના વાંચતા હતા, જેને લાભ જૈનો ઉપરાંત જૈનેતર પણ સારી સંખ્યામાં લેતા હતા. પર્યુષણ પ્રસંગે મુનિરાજ શ્રી મહદયવિજયજી, મુનિરાજ શ્રી મનેહરવિજયજી, તથા સાધ્વીજી શ્રી મેઘશ્રીજીએ માસખમણનાં પચ્ચખાણ લીધાં. આવી ઉગ્ર તપસ્યાની અનુમોદના કરતા શ્રદ્ધાળુ ભિન્ન ભિન્ન શ્રાવકશ્રાવિકાઓ તરફથી છપ્પન પૂજા બેંધાવવામાં આવી. હંમેશાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com