________________
( ર )
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી મુનિરાજ શ્રી કંચનવિજ્યજીને ગેડીજીના ઉપાશ્રયે ચતુર્માસ માટે જવા આજ્ઞા કરતાં તેઓશ્રીનું સંવત ૧૯૮૯ની સાલનું ચતુમસ મુંબઈગેડીજીના ઉપાશ્રય થયું. આ સાલમાં શ્રી ગેડીજી પાર્શ્વનાથ-સ્વામીની નક્કર સોનાની આંગી તથા હીરા-માણેકને મુગટ તૈયાર થયો હતો, તે નિમિત્તે અડ્રાઈ– મહોત્સવ તથા શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું અને ઉલ્લાસપૂર્વક ગેડિજી ભગવાનને એ દિવ્ય આંગી–મુગટ ચડાવવામાં આવ્યાં. મુનિરાજ શ્રી કંચનવિજયજીના સદુપદેશથી પરમ પ્રતિભાસંપન્ન, શાંતમૂતિ શ્રીમદ્ વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબની ભવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા ગોડીજીના દેરાસરના ટ્રસ્ટીઓ તથા આગેવાનોએ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજના શુભ હસ્તે કરાવી. મુનિરાજ શ્રી કંચનવિજયજી મહારાજે સદુપદેશ આપી ગોડીજીના ઉપાશ્રયે ચૌદ પૂર્વ તથા અષ્ટ મહાસિદ્ધિ વિગેરે તપસ્યા વિધિપૂર્વક કરાવી, જેને લાભ ઘણા ભાવિક શ્રાવકે તથા શ્રાવિકાઓએ લીધે. વળી લાલ બાગમાં પણ ગુરુદેવ પંન્યાસજી શ્રી ભકિતવિજયજી મહારાજે અનેક ભાઈ–બહેનેને વિધિપૂર્વક ભિન્ન ભિન્ન તપસ્યા કરાવી. એ તપસ્યા નિમિત્તે પર્યુષણ અગાઉ બંન્ને સ્થળેથી એકજ તિથિએ ઘણાજ ઠાઠમાઠથી વરઘેડે ચડાવવામાં આવ્યું. મુંબઈના સુપ્રસિદ્ધ બેંડે અને વાજિંત્રોથી ગાજી ઉઠેલા બન્ને વરઘોડા ઝવેરી બજારમાં મમ્માદેવીના મંદિર પાસે ભેગા થયા, અને ત્યાંથી બનને વરઘોડા સાથે ચાલ્યા. સંખ્યાબંધ મુનિરાજે, ગેડીજી અને લાલબાગના ટ્રસ્ટીઓ, આગેવાને અને હજાર ભાઈ–બહેનને સામુદાયિક સહકાર તથા ઉલ્લાસ જોઈ અન્ય ધર્મીઓમાં પણ સારી છાપ પડી, અને જૈનશાસનની શેભામાં અભિવૃદ્ધિ થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com