Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 36
________________ ગણિવર્યાંનું ટૂંક જીવન ચરિત્ર ( ૩૩ ) મુનિરાજ શ્રી કંચનવિજયજી ચતુર્માંસ પૂર્ણ થતાં મુંબઇથી ગુરુદેવ વિગેરે મુનિવર્યોં સાથે વિહાર કરી અધેરી આવ્યા. અંધેરીથી ગુરુદેવની આજ્ઞાથી મુનિ શ્રી આણુ વિજયજી, જગતવિજયજી અને ચરણવિજયજી સાથે સુરત તરફ વિહાર કર્યાં. સુરત પહેાંચવાને એ મુકામ બાકી હતા તેવામાં સુરતહરિપુરાના સંઘને ખબર પડતાં ત્યાંના સંઘના અગ્રેસરે સામા આવ્યા, અને હરિપુરાના ઉપાશ્રયે પધારવા આગ્રહભરી વિનંતિ કરી, મુનિરાજ શ્રી કંચનવિજયજી સુરત પધારતાં હરિપુરાના સ ંઘે ધામધૂમથી સામૈયું કર્યુ અને તેઓશ્રી હરિપુરાના ઉપાશ્રયે પધાર્યાં. આ વખતે કચ્છ—બિદડાના રહીશ પરમ વૈરાગી શા. રવજીભાઈ શીવજી દીક્ષા અંગીકાર કરવા માટે સુંખઈથી સુરત આવ્યા. તેમને મુનિરાજ શ્રી કંચનવિજયજીએ મહા શુદિ ૫ ના રાજ ભાગવતી દીક્ષા આપી તેમનું નામ સુનિ શ્રી રજનવિજયજી રાખ્યું; અને તેમને પન્યાસજી શ્રી ભક્તિવિજયજીમહારાજના શિષ્ય કર્યા. આ અરસામાં અમદાવાદમાં મુનિ સમ્મેલન ભરાવાનું હાવાથી તેમાં ભાગ લેવા માટે મુનિરાજ શ્રી કંચનવિજયજીએ મુનિ શ્રી આણુંદવિજયજી વિગેરે ઠાણાઓ સાથે સુરતથી વિહાર કર્યાં, અને અમદાવાદ પધાર્યાં. ગુરુદેવ પન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ પણ પેાતાના મહેાળા શિષ્ય-પરિવાર સાથે અધેરીથી વિચરતા વિચરતા સુરત થઈ મુનિ-સમ્મેલનમાં હાજરી આપવા અમદાવાદ પધાર્યાં. મુનિ સમ્મેલનમાં સક્રિય ભાગ લઇ મુનિરાજ શ્રી કંચનવિજયજી ગુરુદેવ વિગેરે મુનિવર્યાં સાથે અમદાવાદથી વિહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76