________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
( ૨૧ )
સંસ્કૃત કાવ્યને અભ્યાસ કરવાની જરૂર હતી; જેથી ગુરુ મહારાજની આજ્ઞાથી તેઓ મુનિરાજ શ્રી સૌભાગ્યવિજયજી સાથે લીંબડીથી વિહાર કરી વિરમગામ આવ્યા, અને ત્યાંના પંડિત પાસે રઘુવંશ કાવ્યનો અભ્યાસ શરૂ કર્યો. ચૈત્રી એળી એક ધાનની વિધિપૂર્વક કરી, પારણું કર્યા બાદ તબિયત એકાએક લથડી ગઈ, પરંતુ દવા ઉપચારથી સારું થઈ ગયું. ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ વિગેરે ઠાણાઓએ લીંબડીથી પાલીતાણા તરફ વિહાર કર્યો હતો, તેઓશ્રી શ્રી શત્રુંજયની નવાણું યાત્રા કરી પાલીતાણાથી વિહાર કરી વિરમગામ પધાર્યા. અહીં ગુરૂદેવને મેળાપ થતાં તેઓશ્રીના દર્શન–વંદન કરી મુનિરાજ શ્રી કંચનવિજયજી પરમ આનંદ પામ્યા. વીરમગામથી મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કર્યો, અને સમી પધાર્યા. સંવત્ ૧લ્ડનું ચાતુર્માસ સમીમાં કર્યું. અહીંની જૈન પાઠશાલામાં ધાર્મિક માસ્તરની ગેકહાજરી હોવાથી વિદ્યાર્થીઓને ધાર્મિક અભ્યાસ અટકી પડયું હતું, જેથી ગુરૂ મહારાજની આજ્ઞા થતાં મુનિરાજ શ્રી કંચનવિજયજીએ વિદ્યાર્થીઓને ધાર્મિક અભ્યાસ ચાલુ કરાવ્યું. પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વમાં તેઓશ્રીએ અડ્ડાઈની તપસ્યા કરી, તથા આસો માસની ઓળી વિધિપૂર્વક એક ધાનની કરી. ચાતુર્માસ પૂર્ણ થતાં સમીથી વિહાર કરી ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે રાધનપુર આવ્યા. ત્યાંથી ભાભર, કુવાળા, દીદર, થરા, ઉણ અને સમી થઈ શ્રી શંખેશ્વરજી આવ્યા. ત્યાં નવપદજીની ઓળી કરી, ત્યાંથી વિહાર કરી કુવારદ, શંખલપુર અને માંડલ થઈ વરમગામ પધાર્યા.
સંવત૧૯૮૦ નું ચતુર્માસ વીરમગામમાં કર્યું. અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com