________________
( ૨૨ )
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી પંડિત પાસે કિરાત મહાકાવ્ય, ટીકા સહિતને અભ્યાસ કર્યો, ગુરૂમહારાજ પાસે કપસૂત્રના પેગ વહન કર્યા, તથા પર્યુષણ પર્વમાં ૧૬ ઉપવાસની તપશ્ચર્યા કરી. આ માસમાં વિધિપૂર્વક એક ધાનની ઓળી કરી. આ અરસામાં ભાવનગરથી મુનિરાજ શ્રી કંચનવિજયજી મહારાજના સંસારી સંબંધી પરમ વૈરાગી ભાવસાર હરજીવનદાસ વનમાળીદાસ લીંબડીયા દીક્ષા લેવા વિરમગામ આવ્યા, અને પંન્યાસજી મહારાજને પિતાની શુભ ભાવના જણાવતાં તેઓશ્રીએ અનુમતિ આપી. સંવત્ ૧૯૮૧ ના કારતક વદિ ૩ ના રોજ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે ભાઈ શ્રી હરજીવનદાસને ભાગવતી દીક્ષા આપી, અને તેનું નામ મુનિ શ્રી કલ્યાણુવિજયજી રાખી મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યા.
ત્યાર બાદ પિતાના નૂતન શિષ્યરત્ન તથા ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે મુનિરાજ શ્રી કંચનવિજયજીએ વિરમગામથી વિહાર કર્યો, અને વિઠલાપુર, વણેદ, પંચાસર, શંખેશ્વર, ઝીંઝુવાડા, ધ્રાંગધ્રા, અને રાણપુર વિગેરે નાના-મોટા શહેરે અને ગામેમાં વિચરતા વિચરતા પાલીતાણા આવ્યા. સંવત્ ૧૯૮૧ ના ફાગણ શુદિ પાંચમના રેજ ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે ગિરિરાજ ઉપર મુનિરાજ શ્રી કલ્યાણુવિજયજીને વડી દીક્ષા આપી, અને તેમને મુનિરાજ શ્રી કંચનવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. પાલીતાણાથી વિહાર કરી શિહોર વિગેરે સ્થળે થઈ ભાવનગર પધાર્યા, અને મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ગુરૂદેવ વિગેરે બહેળા સાધુ–પરિવાર સાથે સંવત્ ૧૯૮૧ નું ચાતુર્માસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com