Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 22
________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૧૯) કરવા જતા, અને સારસ્વત વ્યાકરણના કારક સુધીનો અભ્યાસ કર્યો. પોરબંદરથી વિહાર કરી માંગળ પધાર્યા, અને ગુરૂમહારાજ વિગેરે મુનિવર્યો સાથે સંવત્ ૧૯૭૭નું ચતુર્માસ માગાળમાં કર્યું. મુનિરાજશ્રી કંચનવિજયજીએ પયુંષણમાં અઠ્ઠાઈની તપસ્યા કરી, અભ્યાસમાં સારસ્વત વ્યાકરણ પૂર્વાર્ધ પૂર્ણ કર્યું, અને સિદ્ધાંત ચંદ્રિકા ઉત્તરાર્ધ શરૂ કર્યું. માંગરોળમાં ગુરૂદેવ પંન્યાસજી મહારાજ શ્રી ભકિતવિજયજી મહારાજના સદુપદેશથી શેઠ મકનજી કાનજી તરફથી ઉપધાન વહન કરાવવામાં આવ્યા હતા, તેની માળ પહેરાવવાની વિધિ પૂર્ણ થતાં માંગરોળથી વિહાર કરી પ્રભાસપાટણ વિગેરે તીર્થોની યાત્રા કરી જામનગર આવ્યા, ત્યાંથી રાણપુર થઈ વઢવાણ શહેર પધાર્યા, અને ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે સંવત્ ૧૯૭૮ નું ચતુર્માસ વઢવાણ શહેરમાં ક્યું. મુનિરાજશ્રી કંચનવિજયજીએ દીક્ષા લીધા બાદ થોડાજ માસમાં તેમના સંસારી ધર્મપત્ની રતનબેન ગુજરી જવાથી તેમના પુત્રો ભાઈ પ્રભુદાસ તથા જયંતીલાલની સાર-સંભાળ તેમના માતા-પિતા તથા લઘુબંધુ ભાઈ નાનાલાલ કરતા હતા. મુનિરાજ શ્રી કંચનવિજયજીનું ચતુર્માસ વઢવાણ થયું છે, એવા સમાચાર મળતાં તેમના સંસારી માતુશ્રી એ બને પુત્રોને લઈને વંદન કરવા વઢવાણ આવ્યા, વળી તેમના સંસારી ફઈબા લહેરીબેન પણ તેમની સાથે વંદન કરવા આવ્યા હતા, તેમણે મુનિરાજશ્રી કંચનવિજયજી પાસે ચતુર્થવ્રતનું પચ્ચ ખાણ લીધું. આ ચતુર્માસમાં મુનિરાજશ્રી કંચનવિજ્યજીએ ગુરૂ મહારાજ પાસે આચારાંગના પેગ વહન કર્યા, તથા પર્યુષણમાં અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76