Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 20
________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (૧૭) તેમને વડી દીક્ષા આપવાની હોવાથી એ શુભ પ્રસંગે તેઓશ્રીના સંસારી કુટુંબીઓ આવ્યા. મુનિરાજશ્રી કંચનવિજયજીને સંવત ૧૯૭૫ના મહા શુદિ ૫ ના રોજ આચાર્યજી મહારાજ શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે વડી દીક્ષા આપવામાં આવી અને શ્રી સંઘ સમક્ષ તેઓશ્રીને મુનિરાજ શ્રી ભકિતવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યા. આ શુભ પ્રસંગે શ્રીફળની પ્રભાવના કરવામાં આવી, અને સમીના સંઘમાં અતિશય ઉત્સાહ ફેલાયો હતે. સમીથી પોતાના ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કરી ઝીંઝુવાડા થઈ અમદાવાદ આવ્યા, અને ત્યાં એક મહિનો સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી કપડવંજ પધાર્યા. કપડવંજમાં આચાર્યજી મહારાજ શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૭૫ ના અશાડ શુદિ બીજના રેજ મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજને ગણું પદવી અને અશાડ શુદિ પાંચમના રોજ પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યો. આ માંગલિક પ્રસંગે અઠ્ઠાઈ મહોત્સવ તથા શાંતિ-સ્નાત્ર વિગેરે અનેક શુભ કાર્યો થયાં હતાં. મુનિરાજશ્રી કંચનવિજયજી મહારાજે ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી વિંગેરે મુનિરાજે સાથે સંવત ૧૯૭૫ ની સાલનું ચાતુર્માસ કપડવંજમાં કર્યું. માસી ચૌદશ પહેલાં કપડવંજ પાસેના આત્રોલી ગામમાં મુહપત્તિનું પડિલેહણ કર્યું હતું, જેથી આગેલીના સંઘની વિનતિથી ગુરૂ મહારાજે પર્યુષણમાં વ્યાખ્યાન વાંચવા મુનિરાજ શ્રી કંચનવિજયજી અને અલંકવિજયજીને આંત્રોલી મેલ્યા હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76