Book Title: Panyasji Maharaj Shree Kanchanvijayji Ganivaryanu Tunk Jivan Charitra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 18
________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર ( ૧૫ ) . ભાઈ શ્રી હરજીવનદાસને દીક્ષા–મહોત્સવને વરઘોડો માગશર શુદિ નવમી તથા દશમી એમ બન્ને દિવસે ઠાઠમાઠથી ચડાવવામાં આવ્યું. દીક્ષાના ઉપકરણની છાબ તેમના ધર્મપત્ની સૌભાગ્યવંતા બહેન રતનબાઈએ લીધી હતી. હરજીવનદાસ તથા તેમના પત્નીએ સંવત ૧૯૭૪ ની સાલમાં વિરમગામમાં મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે ચતુર્થવ્રતની બાધા લીધી હતી, પરંતુ નાણ મંડાવી નહતી જેથી દીક્ષા લીધા અગાઉ મંડાવેલી નાણ સમક્ષ ભાઈ શ્રી હરજીવનદાસ તથા તેમના ધર્મપત્ની રતન બહેને મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે વિધિપૂર્વક ચતુર્થવ્રત ઉરચયું. ત્યારબાદ દીક્ષાની વિધિ શરૂ થઈ અને વિધિ પૂર્ણ થતાં મુનિરાજ શ્રી ભક્તિવિજયજી મહારાજે તેમને સંવત ૧૯૭૫ ના માગશર શુદિ ૧૦ શુક્રવારના શુભ ચોઘડીયે ભાગવતી દીક્ષા આપી પિતાના શિષ્ય તરીકે જાહેર કર્યો, તેમનું નામ મુનિ શ્રી કંચનવિજયજી રાખવામાં આવ્યું. ગુરૂદેવે જ્યારે તેમને રજેહરણ આપ્યું ત્યારે તેમને વચનાતીત આહલાદ થયે અને ઉછળી ઉછળીને નાચ્યા. ભાઈ શ્રી હરજીવનદાસ દીક્ષા લેવા જતા હતા, ત્યારે તેમના માતુશ્રી સૌભાગ્યવંતા બહેન સેંઘી બાઈએ ચતુર્વિધ સંઘ વચ્ચે દીક્ષા લેવાની રજા આપી સ્વહસ્તે ચાંદલો કરી આશીર્વાદ આપ્યો હતો. ખરી પુત્રવત્સલ માતા એજ કહેવાય કે જે પોતાના પુત્રનું હિત ઇર છે. આત્મિક ઉન્નતિ તરફ સંચરતા પોતાના પુત્રને જોઈ મેંઘીબાઈ બહુ જ ખુશી થયા. આવી માતાઓ જગતમાં વિરલ હોય છે, ધન્ય છે એવી માતાઓને. આ ચિરસ્મરણીય શુભ પ્રસંગની યાદગીરી નિમિત્તે જોટાણુના સંઘે તે દિવસે પાખી પાળવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76