________________
(૧૪)
પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી
આ વખતે મુનિ મહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ વીરમગામથી વિહાર કરી પોતાના શિષ્ય-સમુદાય સાથે જોટાણા પધાર્યા હતા, હર્ષિત હૃદયવાળા હરજીવનદાસ જેઠાણું પહોંચ્યા અને પોતાની પત્ની તથા કુટુંબીઓ તરફથી દીક્ષાની સમ્મતિ મળેલી હોવાથી તાત્કાલિક દીક્ષા આપવા આગ્રહપૂર્વક નમ્ર વિનતિ કરી. ગુરૂ મહારાજે દીક્ષાનું મુહૂર્ત કર્યું તે માગશર શુદિ ૧૦ શુક્રવારના રોજ આવ્યું. હરજીવનદાસે પિતાના પત્ની તથા કુટુંબીઓને આ નિર્ણય જણાવ્ય; જેથી દીક્ષામહોત્સવના શુભ પ્રસંગે તેમના પત્ની બહેન રતન, પુત્ર-ભાઈ પ્રભુદાસ તથા જયંતીલાલ, માતુશ્રી બાઈ મેંઘી, માસીબા બાઈ મૂળી, મામાના દિકરા ભાઈ ત્રિભવનદાસ તથા માતુશ્રીના મામા ભાઈ દેવકરણ નથુભાઈ વિગેરે હાજર થયા.
જોટાણામાં ભાઈશ્રી હરજીવનદાસે સ્વીકારેલી ભાગવતી દીક્ષા, તેમનું પાડેલું મુનિશ્રી
કંચનવિજયજી નામ.
: -
એજ દિવસે એટલે માગશર શુદિ ૧૦ ના રોજ મુંદરડાના રહીશ શા હરગોવન ઉમેદરામના ધર્મપત્ની બહેન પરસન બાઈને તેમના કુટુંબીઓની સમ્મતિથી મુનિરાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે જેટાણામાં દિક્ષા લેવાની હતી. જેથી તે નિમિત્ત બહેન પરસનના દિયર શેઠ અમથાલાલ તરફથી જોટાણુમાં ધામધૂમથી અઠ્ઠાઈ-મહોત્સવ શરૂ થયે, તથા તેમના તરફથી આઠે દિવસ નવકારશી નેંધાવવામાં આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com