________________
પંન્યાસજી મહારાજ શ્રી કચનવિજયજી
ઠરાવ કર્યો હતો, ત્યારથી અવિચ્છિન્નપણે આજ સુધી માગશર શુદિ ૧૦ ને દિવસે જોટાણામાં પાખી બરાબર પળાય છે.
મુનિરાજશ્રી ભકિતવિજયજી મહારાજે ભાઈ શ્રી હરજીવનદાસને દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી કંચનવિજયજી રાખ્યું; એજ સમયે તેઓશ્રીએ બાઇ પરસનને પણ દીક્ષા આપી, તેમનું નામ સાધ્વીજી શ્રી દશનશ્રીજી રાખવામાં આવ્યું, અને તેમને સાધ્વીજી શ્રી ચન્દ્રશ્રીજીના શિષ્યા તરીકે ચતુર્વિધ સંઘ વચ્ચે જાહેર કર્યા. | મુનિરાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ એ રાત્રે પિતાના શિષ્ય-પરિવાર તથા નવદીક્ષિત મુનિ શ્રી કંચનવિજયજી સાથે ગામ બહાર આવેલા જીનમાં રહ્યા, અને વળતે દિવસે ધામધૂમથી જોટાણા ગામમાં પ્રવેશ કર્યો. દીક્ષાને દિવસે એટલે માગશર શુદિ ૧૦ ના રોજ મુનિ શ્રી કંચનવિજયજીએ ચેવિહારો ઉપવાસ કર્યો હતો, અને વળતે દિવસે મૌન એકાદશીના રેજ એકલા ચોખાથી આયંબિલ કર્યું હતું. જોટાણામાં ત્રણ દિવસ રોકાઈ ગુરૂ મહારાજ સાથે ત્યાંથી વિહાર કરી, કટોસણ થઈ રાતેજ તીર્થની યાત્રા કરી શ્રી શંખેશ્વર પધાર્યા, અને પરમ પ્રભાવક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્વામીના દર્શન કરી આત્મલ્લાસ પામ્યા.
રે વડી દીક્ષા ?
મુનિરાજ શ્રી કંચનવિજયજી મહારાજ પોતાના ગુરૂદેવ વિગેરે મુનિવર્યો સાથે શ્રી શંખેશ્વરજીથી વિહાર કરી સમી
આવ્યા, અને ત્યાં વડી દીક્ષાના ગ-વહન કર્યા. સમીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com