________________
મરતાવના
જ્યોતિષશાસ્ત્રનો મને અભ્યાસ નથી તેથી તે સંબંધમાં લખવા માટે હું અનધિકારી છું. આમ છતાં પ્રસ્તુત ગ્રંથમાં આવતી અન્ય ઉપયોગી માહિતી માટે અતિ સામાન્ય નિર્દેશરૂપે જણાવું છું :
પ્રસ્તુત જ્યોતિષ્કરંડકની ૧૪ થી ૧૬ ગાથામાં ઉચ્છવાસ–નિશ્વાસ આદિનું તથા ૭૦ થી ૮૦ ગાથામાં સમય, પૂર્વાગ, પૂર્વ આદિનું જે નિરૂપણ છે તેની સાથે અનુયોગદ્વારસૂત્રનો પાઠ મેળવતાં કેટલીક હકીકતમાં ફરક છે, જુઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશિત “નંઢિસુત્ત મજુરો - દૃારું =' ગ્રંથમાં અનુયોગદ્વારનું ૩૬૭મું સૂત્ર.
જ્યોતિષ્કરંડકમાં ૨૮ નક્ષત્રોનો ક્રમ અભિજિતથી ઉત્તરાષાઢા પર્યત છે, જુઓ ગાથા ૧૪૪થી ૧૪૬. જ્યારે અનુયોગદ્વારમાં કૃતિકાથી ભરણ પર્યત છે, જુઓ ઉપર સૂચિત અનુયોગદ્વારનું ૧૨૭ મું સૂત્ર.
મારા મન-તનનું સ્વાગ્યે ઉંમર અને બીજાં આવરણના કારણે ખૂબ જ મર્યાદિત થયું છે, તેથી વિશેષ માહિતીની નોંધ લખવા બે ત્રણ વાર પ્રયત્ન કર્યો પણ તેમાં છેવટે થાકી ગયો. ઉપરાંત આંખની શક્તિ પણ ઓછી થઈ છે. આથી ઉત્સાહી અભ્યાસી જિજ્ઞાસુઓને જણાવું છું કેઅન્યાન્ય જૈન આગમોમાં આવેલ, જ્યોતિષ્કડકમાં નિરૂપિત વસ્તુને સરખાવતાં કોઈક સ્થળે ભિન્નતા પણ જણાશે. ઉદાહરણ તરીકે જુઓ જ્યોતિકરંડકની પચીસમી ગાથા અને અનુયોગદ્વારનું ૩૨૨ મું સૂત્ર.
આ ઉપરાંત જ્યોતિષ્કરંડકમાં નિરૂપિત તુલાવિધાન, તોલમાપ, તથા કાલમાન વગેરેના સંબંધમાં વિશેષ માહિતી છે, તેની સમગ્ર ભારતીય સાહિત્ય સાથે તુલના કરવામાં આવે તો વિશેષ ઉપયોગી જ્ઞાતવ્ય વસ્તુ મળવાની સંભાવના છે.
ત્રફણસ્વીકાર
અંતરથી મહાબ્રાહ્મણ અને આકાર-પ્રકાર તેમજ આચારથી મહાશ્રમણ, તથા જેમની અસીમપાથી પ્રાચીન સાહિત્યના સંશોધનકાર્યમાં મને જે યતકિચિત આવડત મળી, તે મારા વિશ્વવિખ્યાત ગુરુવર વિર્ય આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ દિવંગત મુનિભગવંત શ્રી પુણ્યવિજ્યજી મહારાજજીના ચરણારવિંદમાં વંદન કરીને ધન્યતા અનુભવું છું.
જ્ઞાન, દર્શન, સંયમ અને તપની દેહધારી મૂતિરૂપ, ભારતીય દર્શનોના અધિકારી વિઠક્કર, અનેક ભાષાઓના અભ્યાસી, તેમજ પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજજીના દેહાવસાન પછી જેમની પારમાર્થિક દંફથી મને જીવવામાં તથા યતકિંચિત સાહિત્યસંશોધનકાર્યમાં સતત શક્તિ અને પ્રેરણા મળી છે અને મળે છે, એવા શ્રુતસ્થવિર દર્શનપ્રભાવક મુનિભગવંત શ્રી જંબૂવિજયજી મહારાજજીના પદકમળમાં સવિનય વંદના કરીને તથા પ્રકારનું ગૌરવ અનુભવું છું.
પ્રસ્તુત પ્રસ્તાવનામાં મેં જે કુલકર્ણીજીના લેખની માહિતી આપી છે તેની જાણ કરીને તે લેખની ઝેરોકસ કોપી જેમણે મને આપી છે તે વિશેષતઃ જૈન આગમ આદિ સાહિત્યને ચિકિત્સક અભ્યાસી, લોકેષણાવિમુખ પન્યાસજી ભગવંત શ્રી પ્રદ્યુમ્રવિજયજી મહારાજજીના મમત્વપૂર્ણ સહકાર બદલ તેઓશ્રીને, તથા પ્રસ્તુત ગ્રંથનાં પરિશિષ્ટોના કાર્યમાં સહકાર આપવા બદલ અનવરતવિવિધ
સંશોધનનિરત મુનિભગવંત શ્રી ધર્મધુરંધર વિજયજી મહારાજજીને, સવિનય વંદના કરીને મારો વિનમ્ર કૃતજ્ઞભાવ જણાવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org