________________
૨૪
પ્રસ્તાવના
મહારાજે “મુદ્રિતે તુ ગયા ગયાાઃ પાટોડયુદ્ધોઽવસ્થિતશ્ર વર્તતે ।” આ પ્રમાણે ટિપ્પણી લખીને કુલકણું છએ નોંધેલી વૃત્તિસહિત મુદ્રિત જ્યોતિષ્કડંકની ગાથાને અશુદ્ધ અને અવ્યવસ્થિત જણાવી છે.
મને જ્યોતિષશાસ્ત્રનો જરાગ્ય અભ્યાસ નથી, તેથી આ સંબંધમાં હું કંઈ ન લખી શકું તે સ્વાભાવિક છે, પણ હવે જ્યારે સૂચિત ગાથાનું સ્વરૂપ જ બદલાયું છે ત્યારે તેના સંબંધમાં સ્પષ્ટ નિર્ણય લેવામાં અધિકારી વિદ્વાનોને અનુકૂળતા થવાનો સંભવ છે—એમ હું માનું છું.
શ્રી કુલકણીંના લેખમાંથી એ પણ મહત્ત્વની હકીકત જાણી શકાય છે કે, ભારતીય જ્યોતિષ. શાસ્ત્રના સૌથી પ્રાચીન ‘વેદાંગ જ્યોતિષ' નામક ગ્રંથના સંપૂર્ણ હાર્દને સમજવા માટેનો યશ ‘ સૂર્યપ્રજ્ઞપ્તિઃ અને ‘જ્યોતિષ્કડક આદિ જૈન ગ્રંથોને છે, અન્યથા વેદ્યાંગ જ્યોતિષ'ને સમજવા માટે ઉપલબ્ધ સમગ્ર ભારતીય સાહિત્યમાં કોઈ આધાર ન હતો.
જ્યોતિષશાસ્ત્રના અધિકારી વિદ્વાન સ્વ॰ ડૉ॰ નેમિચન્દ્રજી શાસ્ત્રીએ અનેક શાસ્ત્રોના અન્વેષણપૂર્વક સફળ પરિશ્રમથી લખેલા “ મારતીય વ્યોતિષ” ગ્રંથનાં ૫૦થી ૬૦ પૃષ્ઠોમાં સૂર્યપ્રતિ ચંદ્રપ્રજ્ઞપ્તિ અને જ્યોતિષ્કડક, આ ત્રણ ગ્રંથોના સંબંધમાં સંશોધનાત્મક માહિતી આપી છે, તેમાંથી જ્યોતિષ્ઠર્ંડકના સંબંધમાં નીચે પ્રમાણે જણાવ્યું છે :—
" ज्योतिष्करण्डक—यह प्राचीन ज्योतिषका मौलिक ग्रन्थ है। इसका विषय वेदाङ्ग- ज्योतिषके समान अविकसित अवस्था में है। इसमें भी नक्षत्र लमका प्रतिपादन किया गया है। भाषा एवं रचनाशैली आदि के परीक्षण से पता लगता है कि यह ग्रन्थ ई. पू. ३००-४०० का है। इसमें लग्न सम्बन्ध में बताया गया है :
लगं च दक्खिणायणविसुवेसु वि अस्स उत्तरं अयणे । लगं साई बिसुवे पंचसु वि दक्खिणे अयणे ॥
अर्थात् - अस्स यानी अश्विनी और साई-स्वाति ये नक्षत्र विषुव के लग्न बताये गये हैं । यहाँ विशिष्ट अवस्थाकी राशिके समान विशिष्ट अवस्थाके नक्षत्रोंको लग्न माना है ।
इस ग्रन्थ में कृत्तिकादि, धनिष्ठादि, भरण्यादि, श्रवणादि एवं अभिजितादि नक्षत्र गणनाओंकी समालोचना की गयी है ।
-ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન દ્વારા પ્રકાશિત “ મારતીય જ્યોતિષ” ગ્રંથની ચૌદમી આવૃત્તિ, પૃષ્ઠ ૬૦ મું.
ઉપર જણાવેલી માહિતીમાં પણ ડૉ॰ નેમિચંદ્રજીએ, અહીં જણાવેલી શ્રી કુલકર્ણીંજીએ ચર્ચોલી જ્યોતિષ્પદંડકની “હf 7 લિળાયળ૰” ગાથાની જ નોંધ લીધી છે. અહીં સુજ્ઞ વાચકો સમજી શકશે કે, જે ગાથા અશુદ્ધ અને અવ્યવસ્થિત છે તેના આધારે થયેલું પ્રતિપાદન અપૂર્ણ કે અસંગત હોવાનો સંભવ છે.
ડૉ॰ તેમિચંદ્રજીએ જે જ્યોતિષ્ઠર્ંડકની રચનાનો સમય જણાવ્યો છે તે, જેના આધારે જ્યોતિડેંકની રચના થઈ છે તે સૂર્યપ્રાપ્તિસૂત્રમાં આવતા જ્યોતિષવિષયક નિરૂપણુના આધારે હોય તેમ લાગે છે. પણ હવે પ્રસ્તુત પ્રાશનના સંપાદકજીના સાધાર વિધાન મુજબ એ સ્પષ્ટ થાય છે કે, જ્યોતિષ્કડંકના કર્તા આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ છે અને તેમનો સમય વીરનિર્વાણુ સં. ૪૬૭ની આસપાસ (ઈ. સ. પૂર્વે પહેલી શતાબ્દી) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org