________________
નૂતન
ત્યાંથી શjજય દીસે છે, મંદિર નગરી સમ ભાસે છે; ભકિત ઝરણું જ્યાં બહુ વહે છે, જય જય મુખથી જ્યાં નીકળે છે.
એ સિ. ૬ ધનધાન્ય પયે ધૃતથી પૂરું, જે ભૂમિ રસાળથકી સારુ છે પુર પાલીતાણ પ્યારું, જે પુણ્યભૂમિ છે ભવતારુ.
એ સિ. ૭ સંસારતાપથી જે તપતા, પાપી નિર્દય જ નહિ મમતા; એવા પણ એ ગિરિને ધ્યાવે, હેજે મુક્તિપદ તે પાવે.
એ સિ. ૮
સહુને વિશ્રામ સુલભ જ્યાં છે, વિદ્યા ભણતા મુનિ શ્રાવક છે; આહાર સુલભ સુખકર ત્યાં છે, જ્યાં પંડિત ને ભવિ પાઠક છે.
એ સિ. ૯
મન નિર્વિકાર હેજે થાવે, શાંતિ આત્માની પ્રગટાવે; કુંડે શીતલ જલથી ભરિયા, વનરાજી વનસ્પતિ દુઃખ હરિયા.
એ સિ. ૧૦
આ દેવનગર ગિરિશંગમાં, દેવે વસાવ્યું આ જગમાં; ભાસે છે સ્વર્ગ જ અવનીમાં, વિશાખ મુક્તિના માર્ગોમાં.
એ સિ. ૧૧ તપતપતા ગિરિની છાયામાં, જે વન્ય ગુફામાં ગિરિવરમાં; કેઈ શાંતિ વય નિજ આતમમાં, દર્શક થઈ માર્ગ જિનેન્દ્રોના.
એ સિ. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com