________________
શત્રુજયદ્વાર
૫૭ ]
દેરીઓ છે. દાદાની ટુંકમાં જવાની ખારીમાં મહાપ્રભાવશાળી મૂળચંદજી મહારાજની મૂર્તિ બેસારેલી છે. આ ટુંકની સ્વચ્છતા અને આકષકતા નજરે નિહાળીને ઘડીભર તે મુગ્ધ થઇ જવાય છે.
પ્રદક્ષિણા
દાઢ ગાઉની પ્રદક્ષિણા
રામપેાળની બારીથી બહારના ભાગમાં કિલ્લાની આજુખાજી રસ્તે ક્રૂરતાં કરતાં નવટુક ફીને હનુમાનધાર આવી દાદાની ટુંકમાં જઇ દર્શન કરવાથી દાઢ ગાઉની આ પ્રદક્ષિણા પૂરી થાય છે.
છ ગાઉની પ્રદક્ષિણા
રામપાળની મારી પાસેથી છ ગાઉની પ્રદક્ષિણાને રસ્તે જાય છે. આગળ જતાં ઉલકા જલ નામે પેાલાણ આવે છે. દાદાનું નમણુ અહીં જમીનમાંથી આવતુ હતુ' એમ મનાય છે.
ચિલ્લણ તલાવડી
શ્રી મહાવીરસ્વામીનાં ગણધર શ્રી સુધર્માસ્વામીના તપસ્વી શિષ્ય શ્રી ચિલ્લણમુનિ એક મોટા સંઘ સાથે શ્રી શત્રુંજય પર આવતા હતા. સઘના મધ્યેાને બહુ જ તૃષા લાગી હતી તેથી તેમની તૃષાને શાંત કરવા માટે મુનિ મહારાજે પેાતાના તપની લબ્ધથી વિશાળ તળાવ પાણીથી ભરી દીધું. સંઘે પાણી પીને તૃષા શાંત કરી. અહીં બે દેરીઓમાં શ્રી અજિતનાથ અને શાંતિનાથની પાદુકા છે. અહીં યાત્રાળુએ યથાશક્તિ કાઉસ્સગ્ગ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com