Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
[ ૭૪ ].
નૂતન વિપ્રલોક વિષધર સમા, દુઃખિયા ભૂતલ માન; દ્રવ્યલિંગી કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન. ૧૬ શ્રાવક મેઘ સમા કહ્યા, કરતા પુણ્યનું કામ; પુણ્યની રાશિ વધે ઘણી, તિણે પુણ્યરાશિ નામ. ૧૭ સિદ્ધા
આઠમા ખમાસમણના દુહા સંયમધર મુનિવર ઘણા, તપ તપતા એક ધયાન; - કર્મ વિયેગે પામીયા, કેવલ લક્ષ્મીનિધાન ૧૮ લાખ એકાણું શિવ વય, નારદર્શી અણગાર; નામ નો તિણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર. ૧૯ સિદ્ધારા
નવમા ખમાસમણના દુહા શ્રી સીમંધર સ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ; ઇદ્રની આગે વર્ણ, તિણે એ ઇદ્રપ્રકાશ. ૨૦ સિદ્ધારા
દશમા ખમાસમણના દુહા દશકેટી અણુવ્રતધરા, ભક્ત જમાડે સાર; જૈન તીર્થ યાત્રા કરે, લાભત નહીં પાર. ૨૧ તેહ થકી સિદ્ધાચલે, એક મુનિને દાન; દેતાં લાભ ઘણે હવે, મહાતીરથ અભિધાન. ૨૨ સિદ્ધારા
અગિયારમા ખમાસમણના દુહા પ્રાથે એ ગિરિ શાશ્વતે, રહેશે કાલ અનંત, શત્રુંજય માહાતમ સુણી, નમે શાશ્વતગિરિ સંત. ૨૩ સિદ્ધા
બારમા ખમાસમણના દુહા ગો નારી બાલક મુનિ, ચઉ હત્યા કરનાર; યાત્રા કરતાં કાર્તિકી, ન રહે પાપ લગાર. ૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 81 82 83 84 85 86