Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 42
________________ શત્રુદ્ધાર [ ૩૩ ] ૯. કળસ (દુહા ) સિદ્ધાચલ સ્તવન કરી, મન આનંદ ન માય; જે ભવિ ગાવે સાંભળે, તસ ઘર મંગળ થાય. ૧ ઢાળ નવમી (દેશી—એ છવ રંગ વધામણ પ્રભુ પાસને નામે) શ્રી સિદ્ધાચલ વર્ણવી, હેતે ગુણ ગાયા; વીર્યોશ્વાસ વચ્ચે ઘણે, નરભવ ફલ પાયા. (આંકણી) કિસનદાસ ભવિ શેઠ છે, મલ્લિકાપુરવાસી; ભૂખણદાસ સુપુત્ર છે, ભવિ ભક્તિ વિલાસી. શ્રી. ૧ તીર્થભકિત બહુલી કરી, થયા જે પુણ્યરાશી; તેહ તણા આગ્રહ કરી, રચના સુવિલાસી. શ્રી. ૨ છાયા ચિત્રપટ કરી, શત્રુંજય રચના; તેહ નિમિત્ત સ્તુતિ કરી, થઈ પૂનિત રસના. શ્રી. ૩ કષિગ્રહ અંકરાશી (૧૯૯૭ માંહે, એહ રચના કીધી; તીર્થ સ્તુતિ કરતા ભલી, મન શાંતિ સાધી. શ્રી. ૪ રંજન ભવિનું એ કરે, મન આનંદ લાવો; ભક્તિ ઝષભજિનની કરી, મુકિતસુખ પાવ. શ્રી. ૫ રૌત્રી કાર્તિકી પુનમે, પ્રભુ આગળ ગાવા; ભણતાં સુણતાં પુણ્યના, બહુ મળશે હાવા. શ્રી. ૬ જે ભણશે વા ભકિતથી, હેતે સાંભળશે; બાલમને સમતા વધી, તસ મુકિત મળશે. શ્રી. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86