________________
શત્રુદ્ધાર
[ ૩૩ ]
૯. કળસ
(દુહા ) સિદ્ધાચલ સ્તવન કરી, મન આનંદ ન માય;
જે ભવિ ગાવે સાંભળે, તસ ઘર મંગળ થાય. ૧ ઢાળ નવમી (દેશી—એ છવ રંગ વધામણ પ્રભુ પાસને નામે)
શ્રી સિદ્ધાચલ વર્ણવી, હેતે ગુણ ગાયા; વીર્યોશ્વાસ વચ્ચે ઘણે, નરભવ ફલ પાયા. (આંકણી) કિસનદાસ ભવિ શેઠ છે, મલ્લિકાપુરવાસી; ભૂખણદાસ સુપુત્ર છે, ભવિ ભક્તિ વિલાસી. શ્રી. ૧ તીર્થભકિત બહુલી કરી, થયા જે પુણ્યરાશી; તેહ તણા આગ્રહ કરી, રચના સુવિલાસી. શ્રી. ૨ છાયા ચિત્રપટ કરી, શત્રુંજય રચના; તેહ નિમિત્ત સ્તુતિ કરી, થઈ પૂનિત રસના. શ્રી. ૩ કષિગ્રહ અંકરાશી (૧૯૯૭ માંહે, એહ રચના કીધી; તીર્થ સ્તુતિ કરતા ભલી, મન શાંતિ સાધી. શ્રી. ૪ રંજન ભવિનું એ કરે, મન આનંદ લાવો; ભક્તિ ઝષભજિનની કરી, મુકિતસુખ પાવ. શ્રી. ૫ રૌત્રી કાર્તિકી પુનમે, પ્રભુ આગળ ગાવા; ભણતાં સુણતાં પુણ્યના, બહુ મળશે હાવા. શ્રી. ૬ જે ભણશે વા ભકિતથી, હેતે સાંભળશે; બાલમને સમતા વધી, તસ મુકિત મળશે. શ્રી. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com