________________
[ ૪૨ ]
નૂતન
મનને નિર્મળ અને સ્થિર કરવાની જરૂર છે. વળી મનની નિર્મળતા અને સ્થિરતા દેહદમન વિના પ્રાપ્ત થઈ શકતી નથી, પર્વત પર યાત્રા કરવાથી અમુક પ્રકારની એટલે ખાવાપીવા વગેરે અગવડો સડન કરવી પડે છે તેથી મનને નિર્મળતા અને સ્થિરતા પ્રાપ્ત થઇ શકે છે. વળી પત પરના તી સ્થાનાની યાત્રા કરવાથી આત્મશાંતિ મળે છે કારણ કે પવત પરના મ ંદિરેામાં દન, સેવાપૂજા અને જપ વગેરે ક્રિયાએ કરતાં મનુષ્ય આધિ, વ્યાધિ અને ઉપાધીઓને ભૂલી જાય છે. વળી કુદરતી રમણીયતાને લીધે તીસ્થાને મનને આહલાદક પણ લાગે છે. પ્રપુલ્લ મન સેવાભક્તિમાં વિશેષ આસક્ત બને છે. શ્રી શત્રુ જયની યાત્રા કરીને યાત્રિકેાના મનમાં જે અવણૅનીય આનંદ ઉત્પન્ન થાય છે તેવે। આનંદ બીજા તીર્થીની યાત્રા કરવાથી થતા નથી. શ્રી શત્રુંજય પર અનેક મંદિરે હાવાથી તેને “મદિરનું નગર્” પણ કહેવામાં આવે છે.
શ્રી શત્રુંજય જેવી પવિત્ર અને પાવનકારી ભૂમિમાં યાત્રિકાના પૂર્વનાં દુષ્ટ કર્મના ક્ષય થવાથી તેમના આત્મામાં દિવ્ય પ્રકાશ પ્રકટે છે. કહ્યું છે કેઃ
અકેકુ' ડગલુ` ભરે, ગિરિસન્મુખ ઉજમાળ, કોડી સહસ ભત્રના કર્યા, પાપ ખપે તત્કાળ,
શ્રી શત્રુંજય તીર્થ પર અનેક તીથ કરા આવી ગયા છે તેથી શત્રુ ંજય તીર્થં પવિત્ર અને પાવનકારી મનાય છે. તી પર અસંખ્ય મુનિવરા સિદ્ધિપદને પામ્યા છે તેથી તેને “સિદ્ધાચળ” પણ કહેવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com