________________
[૫૪]
નૂતન આ ભવ્ય જિનપ્રાસાદ કેવી રીતે બનાવવામાં આવ્યું તેની હકીકત જાણવા ગ્ય હોઈ અહીં રજૂ કરવામાં આવે છે.
સવાસોમાની કથા એક વખતે વણથલીના સવચંદ શેઠ પાસે એક ગરાસદારે પોતે થાપણ મૂકેલા લાખ બાબાશાહી રૂ. માગ્યા પણ શેઠની પેઢીમાં તે સમયે તેટલા રૂપિયા ન હતા તેથી અમદાવાદના પ્રતિષ્ઠિત શેઠ સેમચંદ પર, જો કે તેની પાસે પિતાના રૂપિયા લેણું ન હતા તો પણ સવચંદ શેઠે હુંડી લખી. હુંડી લખતાં લખતાં આંસુનાં બે ટીપા હુંડી પર પડ્યા. હુંડી લઈ ગરાસદાર અમદાવાદ ગયે અને સેમચંદ શેઠના મુખ્ય મુનીમને મળે. મુનીમે ચેપડાં જોયા પણ સવચંદ શેઠના જમે રૂા. નીકળ્યા નહિ તેથી ગરાસદારને શેઠ આવે ત્યારે હુંડી લઈને આવવા કહ્યું. સોમચંદ શેઠ હુંડી વાંચતાં વાંચતાં આંસુનાં ટીપાના ડાઘથી વસ્તુસ્થિતિ સમજી ગયા તેથી શેઠે મુનીમને કહ્યું કે-મારે ખાતે લખીને હુંડી સ્વીકારી હત્યા.
થડા વખત પછી સવચંદ શેઠ વ્યાજ સહિત લાખ રૂા. લઈ સેમચંદ શેઠ પાસે આવ્યા. અને અગાઉ પોતે લખેલ હુંડીની વાત કરી પણ સોમચંદ શેઠે કહ્યું કે તે રૂ. નો જમે ખર્ચ નંખાઈ ગયો હોવાથી લઈશ નહિ. સવચદ શેઠે કહ્યું કે હું રૂા. આપ્યા વિના જઈશ નહિ. છેવટે બંનેએ શ્રી શત્રુંજય પર ટુંક બંધાવવાનો વિચાર કર્યો. આ ટુંક સવાસોમજીની ટંકને નામે પ્રખ્યાત છે.
છીપાવલી [૩] આ ટુંક ઘણી નાની છે. આ ટુંક સં. ૧૯૭૧ માં ભાવસાર (છીપા) ભાઈઓએ બંધાવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com