________________
શત્રુદ્ધાર
[ ૫૩]
ન વે ટુંક:હનુમાન ધાર પાસેથી નવટુંકને રસ્તો જુદો પડે છે. સૌથી પહેલાં અંગારશા પીરની કબર આવે છે. તીર્થની રક્ષા અર્થે આ કબર કરવામાં આવી હોય તેવી લેકેક્તિ છે.
નરશી કેશવજીની પ્રથમ ટૂંક [૧] ચૌમુખજીની બીજી ટૂંકમાં જતાં પહેલાં શરૂઆતમાં નરશી કેશવજીની ટુંક આવે છે. મૂળનાયક શ્રી અભિનંદનસ્વામી છે. પ્રતિષ્ઠા સં. ૧૯૨૧ માં કરવામાં આવી હતી પણ મુહૂર્ત બરાબર ન હોવાથી યાત્રાળુઓમાં તેમજ ગામમાં વ્યાધિ ફેલાતાં ઘણું મરણ પામ્યા હતા. શબને બાળવા માટે સરપણ ખૂટી પડયું હતું.
આ ટુંકના મુખ્ય દેરાસરે નીચે પ્રમાણે છે – (૧) શાંતિનાથજીનું મંદિર. (૨) મરુદેવી માતાનું મંદિર. ચૌમુખજીની ટુંક યા સવાસમાની ટુંક [૨].
આ ટુંકના મધ્યભાગમાં ચૌમુખજીને વિશાળ પ્રાસાદ છે, જે જેની લંબાઈ ૬૨ ફૂટ, પહોળાઈ ૫૭ ફૂટ અને શિખર ૯૭ ફૂટ ઊંચું છે. મુખ્ય મંદિરની ભવ્યતા અનુપમ છે. મંદિરના રંગમંડપના બાર થાંભલા પર ચોવીશ દેવીઓના મનહર ચિત્રો છે. વાહન સહિત કલામય રીતે દેવીઓ આલેખાયેલી છે. આ ટ્રેક પર્વતના ઊંચામાં ઊંચા ભાગ પર છે તેથી પચીશ ત્રીશ માઈલ પરથી ચૌમુખજીનું ઉત્તુંગ શિખર નજરે પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com