________________
શત્રુ જોદ્ધાર
[ ૩૧ ]
અકબરાધક હીરસૂરીશ્વર, તીર્થરક્ષણ હક લાવ્યા રે; ધર્મકાર્ય એહ અભુત કીધું, સંઘતણે મન ભાવ્યા છે. તા.૬ યતિ સમુદાય કરે સહ રક્ષણ, શ્રી શત્રુંજય આવી રે, આચાર્યો બહુ સાત્વિક ભાવે, રક્ષા કરે શુભ ભાવી છે. તી.૭ શાહજહાન નૃપતિના રાજ્ય, શાંતિદાસ શેઠ થાવે રે અમદાવાદના નગરશેઠ તે, તીર્થરક્ષક પદ પાવે છે. તા.૮ સત્તરસે તેર વરસે લીધું, બક્ષિસ તીર્થ તે કાલે રે, તેહ પરંપરા ચાલી ત્યાંથી, *ખુશાલચંદ શેઠ પાલે રે. તી.૯ વખતચંદ બહુમાન મિલાવે, ગાયકવાડ નૃપતિથી રે; તીર્થંરક્ષણ કરે બહુવિધ સારું, નામ કીતિ બહુ તેથી રે. તા.૧૦ '+હીમાભાઈ તસ પુત્ર પ્રતાપી, પાલીતાણા નૃપ સાથે રે; સંધિ કરે ત્યાં તીર્થંરક્ષણને, વ્યવસ્થા બહુ ભાવે રે. તા.૧૧
. * ખુશાલચંદ શેઠના વખતમાં મરાઠા સરદાર પીલાજી ગાયકવાડે અમદાવાદ જીતી લૂંટનો હુકમ કર્યો ત્યારે શેઠે મોટી રકમ આપી લૂંટ, ખૂન અને અત્યાચારથી શહેરને બચાવ્યું. ગામના લોકોએ તેમને નગરશેઠ સ્થાપ્યા અને તેમને વંશપરંપરા કાંટા ઉપર ચઢતાં માલમાં સેંકડે ચાર આના આપવાનો ઠરાવ કરી આપે. તા. ૨૫–૭-૧૮૨૦ સુધી તે કર મળતો રહ્યો. બાદ કંપની સરકારે ઉધડો રૂપીઆ ૨૧૩૩ સાલના વંશપરંપરાગત કરી આપ્યા તે હજુ સુધી મળે છે.
+ શેઠ હીમાભાઈને વેપાર લગભગ આખા હિંદમાં હતું. રાજાઓની મહત્વની તકરારે તેઓ સાંભળી ફેંસલે આપતાં. ખંડણી વિગેરે નક્કી કરવાનું કામ પણ તેમને સોંપવામાં આવ્યું હતું. શેઠ બહાર નીકળતા
ત્યારે છડીદાર નેકી પોકારતે આગળ ચાલતે. ઉપાશ્રયે જતા ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com