________________
નૂતન
૩. પાલીતાણા દર્શન
* દુહા ૯ પાલીતાણા નગરને, તીર્થ ચરણમાં વાસ; ભક્તિગંધ મહકે જિહાં, આપે નિત્ય સુવાસ,
ઢાળ ત્રીજી (સુણ ગોવાલણી ગેરસડાવાલી). એ સિદ્ધગિરિ સોરઠ ભૂષણ, ભવભયભંજન તીર્થ છે; જે ભારતમાં જગતારણ, અકલંક અલૌકિક તીર્થ છે-આંકણી જે ગિરિવર રજરજ પૂનિત છે, મુનિતીર્થપતી સ્પર્શિત સહ છે; જે એકવીસ નામે વંદિત છે, નવાણું નામાંકિત પણ છે.
એ સિ. ૧ જ્યાં પાદલિપ્તસૂરિના નામે, નાગાર્જુન શિષ્ય બહુમાને; પાલીતાણ પુર નિમાવ્યું, ગુરુસ્મરણ અખંડિત તિહાં લાવ્યું.
એ સિ. ૨. જે ધર્મસ્થાન વિભૂષિત છે, જિનમંદિર મંડિત શેભિત છે; સાહિત્ય પાઠશાળા જ્યાં છે, આગમમંદિર સુંદર ત્યાં છે.
એ સિ. ૩ મંદિર દશ પુરમાં શોભે છે, પ્રાસાદ ધર્મશાળા જ્યાં છે; ચાલીસ વિશાલ બિરાજે છે, આરોગ્યાલય પણ દીપે છે.
એ સિ. ૪ શ્રી યશવિજય ગુરૂકુલ જ્યાં છે, મુનિગણ ભણતા બહુ દીસે છે; શાસ્ત્રાભ્યાસે રત સહુ જણ છે, પાઠક શિષ્ય તે ભૂષિત છે.
એ સિ. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com