________________
શત્રુદ્ધાર
[ ૨૫ ] બારશે ખ્યાશીમાં તીર્થને ભેટવા,
વસ્તુ ને તેજને ભક્તિ જાગી; અમિત ગાડા ઘણાં ઊંટ પત્યેકને,
વિવિધ શ્રાવકતણા છંદ રાગી. સંઘ, ૯ *માર્ગમાં નમ્ર ખીમા ભલે શ્રાવક,
વિનવે નિજ ઘરે સંધ આવે; દૈન્યની જવનિકામાં વસ્યું અતુલ ધન,
પાલ બંધુ તિહાં મુગ્ધ થાવે. સંઘ. ૧૦
* વસ્તુપાળ તેજપાળ સંધ લઈ જતા હતા. માર્ગમાં ખીમા નામના એક ગામડીઆ શ્રાવકે આવી પિતાને ત્યાં પધારવા વિનંતિ કરી. તેને દીનવેષ જોઈ કઈ ધારતું ન હતું કે, એ આવા મેટા સંધની વ્યવસ્થા રાખી શકાશે. ખીમાએ પિતાને ઘેર પ્રભુપ્રતિમા છે એમ જણાવ્યું. એની ઈચ્છા જોઈ વસ્તુપાળ તેના ઝુંપડે પહોંચ્યા. એક ભયરામાં તેમને તે લઈ ગયે. ત્યાં સુંદર પ્રાસાદ જેવું મંદિર જોઈ આનંદ થયો. ખીમાએ જણાવ્યું કે તે પોતે વૃદ્ધ થઈ ગયે છે માટે આ પ્રભુબિંબ શ્રી શત્રુંજય ઉપર પધરાવવા સાથે લઈ જાવ. મંદિર માટે મેં થેડી રકમ કાઢી મૂકી છે. મંત્રી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે સંમતિ આપી. ત્યારે ખીમાએ વિનંતિ કરી “વખત વધુ થઈ ગયું છે,' એમ કહી એક બારણું ઉધાડ્યું. ત્યાં ભેંયરામાં અનેક જાતની રસોઈ તૈયાર રાખી હતી, આ ચમત્કાર જોઈ મંત્રીશ્વરના આશ્ચર્યને પાર રહ્યો નહીં. તેમણે સંધ સાથે ત્યાં ભેજન કર્યું. ખીમાની ઈચ્છા પૂર્ણ કરી. ખીમાને સાથે લઈ જાત્રા કરી ખીમાને ઉદ્દેશ પૂર્ણ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com