SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ નૂતન ૩. પાલીતાણા દર્શન * દુહા ૯ પાલીતાણા નગરને, તીર્થ ચરણમાં વાસ; ભક્તિગંધ મહકે જિહાં, આપે નિત્ય સુવાસ, ઢાળ ત્રીજી (સુણ ગોવાલણી ગેરસડાવાલી). એ સિદ્ધગિરિ સોરઠ ભૂષણ, ભવભયભંજન તીર્થ છે; જે ભારતમાં જગતારણ, અકલંક અલૌકિક તીર્થ છે-આંકણી જે ગિરિવર રજરજ પૂનિત છે, મુનિતીર્થપતી સ્પર્શિત સહ છે; જે એકવીસ નામે વંદિત છે, નવાણું નામાંકિત પણ છે. એ સિ. ૧ જ્યાં પાદલિપ્તસૂરિના નામે, નાગાર્જુન શિષ્ય બહુમાને; પાલીતાણ પુર નિમાવ્યું, ગુરુસ્મરણ અખંડિત તિહાં લાવ્યું. એ સિ. ૨. જે ધર્મસ્થાન વિભૂષિત છે, જિનમંદિર મંડિત શેભિત છે; સાહિત્ય પાઠશાળા જ્યાં છે, આગમમંદિર સુંદર ત્યાં છે. એ સિ. ૩ મંદિર દશ પુરમાં શોભે છે, પ્રાસાદ ધર્મશાળા જ્યાં છે; ચાલીસ વિશાલ બિરાજે છે, આરોગ્યાલય પણ દીપે છે. એ સિ. ૪ શ્રી યશવિજય ગુરૂકુલ જ્યાં છે, મુનિગણ ભણતા બહુ દીસે છે; શાસ્ત્રાભ્યાસે રત સહુ જણ છે, પાઠક શિષ્ય તે ભૂષિત છે. એ સિ. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034984
Book TitleNutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalchand Hirachand
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1959
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy