________________
[૧૭ ]
શત્રુદ્ધાર હેમચંદ્રસૂરિ ઉપદેશ, મનમાં વસીઓ રે, કરે તીર્થસેવા બહુ ભાવ, મુક્તિને સિયે રે. જય-૨૪ સમરાશા જે ઓશવાળ, તીર્થને રાગી રે, કરે પંદરમે ઉધાર, ભાવના જાગી છે. જય-૨૫ એકત્તર તેરસે મહે, ઉધ્ધાર કીધે રે, કરી સેવાભક્તિ બહુ ભાવ, બહુ જશ લીધો છે. જય–૨૬ સત્યાશી પંદરશે સાલ, ઉદધાર સેળભે રે, કરમાશા શ્રાવક રાજ, કરતે તે સમે રે. જય-ર૭ આગામી કાળમાં જાણુ, ઉધ્ધાર કરશે રે, તેહ વિમલવાહન ભૂપાલ, ભવજલ તરશે રે. જય-૨૮ તીરથ ઉધારથી જાણ, ભવિજન તરશે રે, બાલેન્દુ કહે તે સુજાણ, મુક્તિને વરશે રે. જય–૨૯ કરી ઉદ્યયનમંત્રીએ આકરા નિયમો લીધા. દૈવયોગે યુદ્ધમાં તે મૃત્યુ પામ્યા પછી તેમના સુપુત્ર શ્રી કુમારપાળ મહારાજાના મંત્રી બાહડે પિતાની ઇચ્છા પૂર્ણ કરતાં તીર્થને ઉધાર કર્યો. નૂતન મંદિર સંવત ૧૨૧૪માં પૂર્ણ કરી પ્રતિષ્ઠા કરી. એ જ મંદિર હાલમાં વિધમાન છે
* અલ્લાઉદ્દીનના વખતમાં સમરાશા તિલંગ દેશના સુબેદાર હતા. દિલ્હીમાં વસતા હતા. બાદશાહની સલાહ અને મદદ મેળવી તેમણે તીર્થોધ્ધાર કર્યો હતે.
+ કરમાશા ચિતેડમાં રાજકાર્યધુરંધર તરીકે પ્રસિધ્ધ થયા હતા. અમદાવાદને નાને શાહજાદો એમના આશ્રયે રહ્યો હતે. એ ગાદી ઉપર આવતાં તેની મદદથી કરમાશાએ તીર્થોધ્ધાર કર્યો. સંવત ૧૫૮૭ વૈશાખ વદ ૬. એ વખતે અનેક ગચ્છના આચાર્યોએ
મૂળ મંદિર બધા ગછે માટે સરખું માન્ય અને પૂજ્ય ઠરાવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com