________________
નૂતન
પ્રભુ નેમિજિનેશ્વરરાજ, પાંડવ આવે રે, કરે બારમે તીર્થોધાર, સુંદર ભાવે રે. જય–૧૮ મુનિ વાષિ ઉપદેશ, ઉધાર તેરમે રે, જાવડશા શ્રેષ્ટિ સુજાણ, સજ્જન મન રમે રે. જય-૧૯ સંવત એકસે ને આઠ, ગિરિવર આવ્યા રે, કરે ઉધાર કાર્ય અનુપ, સહુ મન ભાવ્યા રે. જય-૨૦ નૃપરાજ શિલાદિત્ય જેહ, વલભીનગરે રે, મલ્લરાજ સૂરિ ઉપદેશ, ભાવના ધારે છે. જય-૨૧ સધર્મ પમાડ્યો તેહ, ભક્ત બનાવ્યું રે, ઉદધાર કરાવ્ય સાર, સહુ મન ભાવ્યે રે. જય-રર સંવત બાર તેરમાં જાણ, તીર્થોધાર રે, કરે બાહડ મંત્રી વિખ્યાત, ચૌદમી વાર રે. જય–૨૩
* જાવડશા અફગાનિસ્તાનમાં વેપાર કરતા હતા. ત્યાં મુનિસમુદાય ગયે હતા, અને જાવડશાને ઉપદેશ કરી શ્રી શત્રુંજયના ઉદ્ધારની પ્રેરણું તેમણે કરી હતી. તીર્થના મંદિરને કલશ ચઢાવતા જાવડશા અને તેમનાં પત્નીને અત્યાનંદ થયે. ભાન જવાથી અકસ્માત થયે, અને બને પતિ પત્ની તે જ જગ્યાએ સ્વર્ગસ્થ થયાં.
+ મહારાજા શિલાદિત્યના શ્રી મલવાદિસરિ ભાણેજ હતા. તેમના તેજવી ઉપદેશથી રાજાએ બુદ્ધ ધર્મ છેડી જૈન ધર્મ સ્વીકારી સં. ૪૭૭માં તીર્થોદ્ધાર કર્યો.
૪ ઉદયન મંત્રી તીર્થદર્શને ગયા ત્યારે એક ઉંદરે સળગતી વાટ લઈ બીલમાં પ્રવેશ કર્યો. તે નિહાળી આશાતનાનું કારણ જોઈ લાકડાનું કામ કાઢી નાખી, પાષાણમય મંદિર બંધાવવાની પ્રતિજ્ઞા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com